ભેસાણ પંથક ના ગળથ ગામે નિ:શુલ્ક સારવાર તથા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું. - At This Time

ભેસાણ પંથક ના ગળથ ગામે નિ:શુલ્ક સારવાર તથા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.


ભેસાણ પંથક ના ગળથ ગામે નિ:શુલ્ક સારવાર તથા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.
ભેસાણ તાલુકા ના ગળથ ગામે સ્વ. રમેશભાઈ કયાડા ની ચોથી માસિક તિથિ નિમિતે પ.પૂ.શ્રી મુક્તાનંદજીબાપુ સ્થાપિત જય અંબે હોસ્પિટલ દ્વારા નિ :શુલ્ક સારવાર, દવા સાથે તથા દેવ લાઈફ બ્લડ બેંક જેતપુરના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પ નુ આયોજન કરાયું હતુ. જેમાં પરબધામ ના મહંત શ્રી કરશનદાસ બાપુ ના શિષ્ય મહંતશ્રી જીગ્નેશબાપુ, વિસાવદર ભેસાણ ના પૂર્વ ધારાસભ્ય શ્રી ભુપતભાઇ ભાયાણી,ભેસાણ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ગાંડુભાઇ કથીરિયા,જીલ્લા પંચાયત ના પૂર્વ શાક્ષકપક્ષ નેતા કુમારભાઈ બસીયા,અનુભાઈગુજરાતી,ઉપપ્રમુખ ના પ્રતિનિધિ શ્રી જયદીપભાઈ શીલુ, રવજીભાઈ ઠુંમર, બાબુભાઇ જોધાણી,વિઠ્ઠલભાઈ જોધાણી, સુધીરભાઈ શીલુ, કમલેશભાઈ બોરીસાગર,ગિજુભાઈ બોરીસાગર,હરેશભાઇ મહેતા સહીત હાજર રહ્યા હતા.
આ કેમ્પમાં ચાંપરડા થી જય અંબે હોસ્પિટલ ના સી. ઈ. ઓ. સંજયભાઈ વઘાસીયા, રાહુલભાઈ વિકમા તથા ડૉક્ટરો ની ટીમ ખાસ હાજર રહી હતી. આ કેમ્પમાં 300 થી વધુ દર્દીઓએ નિ :શુલ્ક સારવાર અને દવા નો લાભ લીધો હતો.તેમજ 60 બોટલ લોહી દાતાશ્રીઓ ના માધ્યમ થી એકત્ર કરવામાં આવેલ હતી.
આ કેમ્પને સફળ બનાવવા ચુડા ગામના સેવાભાવી અમિતભાઇ વેગડા,ગળથ ના લલિતભાઈ સખરેલીયા, કાનાભાઇ વેકરીયા, અમિતભાઇ સખરેલીયા એ ખુબ જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.