ઈન્વેસ્ટમેન્ટ / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દરરોજ કરો 179 રૂપિયાનું રોકાણ, મળશે 19 લાખ શાનદાર રિટર્ન - At This Time

ઈન્વેસ્ટમેન્ટ / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દરરોજ કરો 179 રૂપિયાનું રોકાણ, મળશે 19 લાખ શાનદાર રિટર્ન


જો તમે પોસ્ટ ઓફિસ (Post Office) માં તમારું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થશે. આપને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસમાં અનેક પ્રકારની સેવિંગ સ્કીમ (Post Office Saving Scheme) ચાલી રહી છે. તેમાં આવી ઘણી સ્કીમ સામેલ છે, જેમાં રોકાણ કરવા પર તમને સારું રિટર્ન મળે છે.

જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ. તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ પોસ્ટ ઓફિસ સ્કીમનું નામ છે ગ્રામ સુમંગલ ગ્રામીણ ડાક જીવન વીમા યોજના (Gram Sumangal Rural Postal Life Insurance Scheme). ગ્રામ સુમંગલ ગ્રામીણ ડાક જીવન વીમા યોજના એ પોસ્ટ ઓફિસની મની બેક (Money Back Plan) પ્લાન છે.

દરરોજ 170 રૂપિયાનું કરો રોકાણ

આપને જણાવી દઈએ કે આ સ્કીમમાં દરરોજ 170 રૂપિયાની બચત કરીને તમે 19 લાખ રૂપિયા સુધીનું સારું રિટર્ન મેળવી શકો છો. આ પોસ્ટ ઓફિસની સૌથી નફાકારક રોકાણ યોજના છે. આ સ્કીમમાં તમારે દરરોજ માત્ર 170 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને મેચ્યોરિટી પર તમને 19 લાખ રૂપિયાનું ફંડ મળશે.

આ ફાયદા મળે છે

આ સ્કીમ 15 વર્ષ અને 20 વર્ષ માટે લઈ શકાય છે. ગ્રામ સુમંગલ યોજનાની પોલિસી લેવા માટેની વય મર્યાદા 19 વર્ષથી 45 વર્ષ છે. કોઈપણ ભારતીય નાગરિક આનો લાભ લઈ શકે છે. આ સ્કીમમાં, પોલિસી હોલ્ડરના હયાતી પર સંપૂર્ણ સુરક્ષા સાથે મની બેકનો લાભ મળે છે. જેટલી રકમ તમે લગાવી તે સંપૂર્ણપણે પરત મળશે. બીજી તરફ ગ્રામ સુમંગલ યોજનામાં પોલિસીધારકને મેચ્યોરિટી પર બોનસ મળે છે.

10 લાખ રૂપિયાની વીમા રકમ

આ પોલિસી હેઠળ તમને 10 લાખ રૂપિયાની વીમા રકમ મળે છે. તે જ સમયે પોલિસી દરમિયાન વ્યક્તિના જીવિત રહેવા પર તેને 6 વર્ષ, 9 વર્ષ અને 12 વર્ષ પર 20 ટકા સુધીના રૂપિયા પાછા મળે છે. તેના પછી મેચ્યોરિટી પર બોનસની સાથે તમને બાકીના 40 ટકા રૂપિયા પણ મળે છે.

મળે છે બોનસ

જો આપણે બોનસ લાભ વિશે વાત કરીએ, તો 15 વર્ષની પ્રીમિયમ મુદત માટે બોનસની રકમ 6.75 લાખ રૂપિયા હશે. જો પ્રીમિયમની મુદત 20 વર્ષ હોય, તો બોનસની રકમ 9 લાખ રૂપિયા હશે. તેમાં વીમાની રકમ 10 લાખ રૂપિયા છે, તેથી 15 વર્ષ પછી કુલ લાભ 16.75 લાખ રૂપિયા થશે. 20 વર્ષ પછી કુલ મેચ્યોરિટી રકમ 19 લાખ રૂપિયા થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.