વિંછીયામાં અયોઘ્યા પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને ઉમિયા શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થીઓએ રેલી યોજી - At This Time

વિંછીયામાં અયોઘ્યા પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને ઉમિયા શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થીઓએ રેલી યોજી


વિંછીયામાં અયોઘ્યા પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને ઉમિયા શૈક્ષણીક સંકુલના વિદ્યાર્થીઓએ રેલી યોજી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભારતભરમાં અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના માહોલમાં રાજકોટ જીલ્લાના વીંછિયા તાલુકાના શ્રી ઉમિયા શૈક્ષણિક સંકુલના 1000થી વધારે બાળકો સાથે વિધાર્થીઓ દ્વારા વેશભૂષામાં ભગવાનશ્રી રામ, સીતામાતા, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને હનુમાનદાદા સાથે વાનરસેના સહિત તારીખ 19/01/2024ને શુક્રવારના રોજ સવારે 10:00 કલાકે ધારેશ્વર મંદિરના મહંતશ્રી કનૈયાગીરીબાપુ, વીંછિયા રામજી મંદિરના પૂજારીશ્રી, વીંછિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી કડવાભાઈ જોગરજીયા, ચતુરભાઈ રાજપરા સરપંચશ્રી-વીંછિયા ,મનુભાઈ રાજપરા પૂર્વ સરપંચશ્રી-વીંછિયા, ભાજપના આગેવાનશ્રી અશ્વિનભાઈ સાંકળિયા,વલ્લભભાઈ ઝાપડીયા, અનીલભાઈ બરછા, અરવિંદભાઇ રાજપરા,ભરતસિંહ રાઠોડ, બીપીનભાઈ જસાણી, અલીભાઈ કપાસી, શબ્બીરભાઈ કપાસી, ભગત સ્ટુડિયો, પી.ડી. ગીગાણી, હમીરભાઈ રૂપાણી, સલીમભાઇ રૂપાણી, એડવોકેટ સંજયભાઈ રામાનુજ દ્વારા દીપ પ્રાગટય કરી રામરેલીને વીંછિયાના માત્રાના દરવાજેથી પ્રસ્થાન કરાવેલ. વીંછિયાના તમામ ધર્મના આગેવાનો ભવ્યથી અતિભવ્ય રામરેલીમાં જોડાયા હતા. રામરેલીમાં ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા શ્રી મેહુલભાઈ ધોળકિયા અને પ્રદીપભાઈ જસાણીના સહયોગથી કરવામાં આવેલ.

ઉપરોક્ત રામરેલી કાર્યક્રમના આયોજકશ્રી ઉમિયા શૈક્ષણિક સંકુલના પ્રમુખશ્રી ભુપતભાઈ કેરાળીયા, કેમ્પસ ડાયરેક્ટર કે. એમ.પટેલ, આચાર્યશ્રી ધર્મેશભાઈ ભુવા, સ્ટાફમિત્રો, ડ્રાઈવર સ્ટાફ અને વીંછિયા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈશ્રી જાડેજા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા સંપૂર્ણ રેલી દરમિયાન સહયોગ આપેલ અને શાળાના બાળકોએ ખુશખુશહાલ માહોલમાં ભગવાનશ્રી રામના નાદ સાથે જૂમી જય જયકારથી સંપૂર્ણ વાતાવરણ ભાવવિભોર કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.