આજરોજ ભાવનગર-બોટાદ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર નિમૂબેન બાંભણીયાએ વિધિવત ઉમેદવારી નોંધાવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7x0vommkktflgnru/" left="-10"]

આજરોજ ભાવનગર-બોટાદ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર નિમૂબેન બાંભણીયાએ વિધિવત ઉમેદવારી નોંધાવી


આજરોજ ભાવનગર-બોટાદ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર નિમૂબેન બાંભણીયાએ વિધિવત ઉમેદવારી નોંધાવી

ઉમેદવારી નોંધાવતા સમયે રાજકીય ગરમાવા સાથે સમગ્ર માહોલ ઉત્તેજનાપૂર્ણ જોવા મળ્યો હતો. દુનિયાભરના લોકોનું ધ્યાન માત્રને માત્ર આગામી દિવસોમાં તબક્કાવાર શરૂ થનાર લોકસભાની ચૂંટણી પર છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આગામી તા.7 મેં ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં છે.ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે બંને પક્ષો એક સમયે પહોંચતા હંગામા જેવી સ્થિતિ ઉભી થવા પામી હતી.ભાવનગર ખાતે આજે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણિયા ના સમર્થનમાં ફોર્મ ભરવાના સમયે પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉમેદવાર નિમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા.નિમુબેન બામણીયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા,તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા દર્શાવી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]