હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ.ની રાજકીય કિન્નાખોરીથી બદલી કર્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ.ની રાજકીય કિન્નાખોરીથી બદલી કર્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું


હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ.ની રાજકીય કિન્નાખોરીથી બદલી કર્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું

સમસ્ત હળવદ તાલુકા તેમજ ગ્રામ્ય અનુસૂચિત જાતિ ના આગેવાનોએ આવેદન આપતા જણાવ્યું હતું કે હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ. શ્રી કે એમ,છાસીયા સાહેબની બદલી કરાવવા માટે એક ભાજપ આગેવાન અને સાથીદારો સાથે ગાંધીનગર ગૃહ મંત્રી પાસે તદન ખોટી રજૂઆત કરીને બદલી કરાવવાની મુરાદ પાર પાડી છે.

તારીખ ૦૩/૦૯/૨૦૨૩ નાં રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે જુગાર રમતા ૧૦ લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતા તેમાનો એક વ્યકિત જે સતાધીશ પક્ષાના આગેવાનો ભત્રીજો હોય તેને બચાવવા માટે પી.આઈ.શ્રી કે.એમ.છાસીયા સાહેબને ભલામણ કરવામાં આવી હતી પણ કર્તવ્યનિષ્ઠ અને પ્રામાણિક આધિકારી હોય તેમના તાબામાં નહિ આવતા ગાંધીનગર ગૃહ મંત્રીને ખોટી રીતે રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે બદલી કરાવવામાં આવેલ છે. જેના લીધે હળવદ તાલુકાનાં સમસ્ત અનુસુચિત જાતિ સમાજનાં લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. અને આ બદલી થી હળવદ તાલુકાના લોકો પણ નારાજ છે.આ બદલી તાત્કાલિક નહિ રોકાય તો ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે આ બદલી તાત્કાલિક ધોરણે રોકાય તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે. અને ભવિષ્યમાં આવો બનાવ બીજીવાર ન બને તે માટે આપશ્રી ની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરશો, જેથી રાજકીય કિન્નાખોરીને ખોટું પ્રોત્સાહન ન મળી રહે અને કાયદો અને વ્યાવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે આ બદલી રોકવામાં આવે તેવી માંગ સાથે હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.