હાલોલના ફાર્મહાઉસમાંથી સાવલી APMC ના ડિરેક્ટર સહિત 10 ઝબ્બે. - At This Time

હાલોલના ફાર્મહાઉસમાંથી સાવલી APMC ના ડિરેક્ટર સહિત 10 ઝબ્બે.


હાલોલ પોલીસે સમા - સાવલી રોડની નંદાલય સોસાયટીમાં રહેતા રાકેશ શાહના મઘાસરના ફાર્મ હાઉસ પરથી જુગારનો રૂા . 8 , 32 , 800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . જેમાં સાવલીના ધારાસભ્યના પૂર્વ પી . એ , સાવલી ન . પાના સભ્ય , APMC ના ડિરેક્ટર કમલેશ શેઠ સહિત 10 લોકો હતા . જ્યારે પાદરામાં 29 ને પકડી 43 , 520 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . શહેરના બાપોદમાંથી 14 લોકોની 47 , 100 ના મુદ્દામાલ સાથે , ગોત્રીની જલારામનગર ઝુપડપટ્ટી પાસે 7 ને પકડી 26 , 900 નો મુદ્દામાલ , પદમલા ગામ પાસે 3 જુગારી પાસેથી 10 , 100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . કલાદર્શન પાસે કૃષ્ણનગર ઝુપડપટ્ટી પાસેથી 12 ને ઝડપી 1 , 76 , 300 નો મુદ્દામાલ , તરસાલી શાક માર્કેટ પાસે 5 પાસેથી 11000 નો મુદ્દામાલ , સમા કેનાલ પાસેથી 9 ને ઝડપી 25 , 500 નો મુદ્દામાલ , પાણીગેટના 12 પાસેથી 1 , 76 , 300 નો મુદ્દામાલ પકડ્યો હતો .જિલ્લાના શેરખીના 5 , મેથીના 6 , શ્રીપોર ટીમ્બીના 6 , ડુંગરીપુરાના 5 , સાજાકુવાના 5 , ગોસિન્દ્રાથી 6 , ભીલગવાના 3 , ઝારોલાગવાના 3 , વડજથી 3 , સોખડાથી 9 , અાજોડના 6 , અવાખલના 4 , ગરાડીના 7 , કરજણના 4 , વલણના 7 જુગારીઓ પાસેથી 2 , 88 , 190 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.