દાંતા ના મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ના NSS યુનિટની ખાસ શિબિરનો પાંચમો દિવસ - At This Time

દાંતા ના મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ના NSS યુનિટની ખાસ શિબિરનો પાંચમો દિવસ


દાંતા ના મોટાસડા જયશ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય ના NSS યુનિટની ખાસ શિબિરનો પાંચમો દિવસ આજે આર.એમ.પટની ના.મામલતદાર સાહેબ પ્રાંત કચેરી દાંતા તથા પ્રકાશભાઈ એલ.રાણા ના.મામલતદાર સાહેબ મામલતદાર કચેરી દાંતા દ્વારા મતદાન જાગૃતિ દ્વારા આજે મોહબતગઢના ગામજનો તથા NSSના સ્વયંસેવકોને મતદાન વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસરશ્રી પંકજભાઈ પટેલ સાહેબે પણ મતદાન અંગે તેના માધ્યમો, કાઈ ઉંમરે મતદાન કરી શકાય, મતદાન એ જન્મસિદ્ધ અધિકાર વિશે સુંદર માહિતી આપી હતી કાર્યક્રમના અંતે સમૂહભોજન પણ લીધું હતુંબપોરે સમુહભોજન બાદ સ્વયંસેવકોએ આવતી કાલે શિવરાત્રી હોવાથી સમગ્ર શિવ મંદિર ની સાફ સફાઈ કરી હતી તેમાં પ્રોગ્રામ ઓફિસર પંકજભાઈ પટેલ તથા વર્ષાબેન ઓડેદરા તેમજ ચેતનભાઈ પટની સાહેબે પણ શિવમંદિરની સફાઈમાં ભાગ લીધો હતો.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.