ભૂષણ ભાઈ ભટ્ટ દ્વારા દર રવિવારે ચલાવાતી પુસ્તક પરબે ચાર વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી. - At This Time

ભૂષણ ભાઈ ભટ્ટ દ્વારા દર રવિવારે ચલાવાતી પુસ્તક પરબે ચાર વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી.


અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારના ભાજપના પૂર્વ ઉમેદવાર ભૂષણ ભાઈ ભટ્ટ દ્વારા દર રવિવારે ચલાવવામાં આવતા પુસ્તક પરબને ચાર વર્ષ પૂરા થયા.જેની ઉજવણી કરવામાં આવી હતી.

પુસ્તક પરબની શરૂઆત કયારથી થી?

પુસ્તક પરબની શરૂઆત લોકડાઉન દરમિયાન કરવામાં આવી હતી. આ પુસ્તક પરબમાં જે પુસ્તકોનો ભંડાર રાખવામાં આવ્યો છે,તે પુસ્તકો મહાગુજરાત થી સ્વર્ણિમ ગુજરાતના અદના સેનાપતિ સ્વ. અશોક ભટ્ટ દ્વારા ભેગી કરવામાં આવેલ છે.ફુટપાથથી લઈને પરબ સુધીની સફર સદાબહાર છે.

આ શુભ અવસરની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર શ્રી. અસિત મોદી અને યુવાનોમાં લોકપ્રિય પ્રેરક વક્તા શ્રી. સંજય રાવલની હાજરીએ પુસ્તક પરબની મુલાકાતને યાદગાર બનાવી હતી.યાદગાર એટલા માટે કે આ સાંજના સંવાદ કાર્યક્રમમાં આ બંને મહાન વ્યક્તિઓએ પુસ્તક વિશે પોતપોતાના શબ્દોમાં વાત કરી અને કહ્યું કે પુસ્તક દરેકનો સાચો મિત્ર અને માર્ગદર્શક છે.

પુસ્તક પરબની ઉજવણીમાં ઉપસ્થિત મહેમાન શ્વેતા બ્રહ્મભટ્ટે પુસ્તક પરબની ઓળખાણ કરવાતા કહ્યું હતું કે ” કેટલો અદભૂત consept છે!” કે જેમ તરસ્યા ને તરસ લાગે છે,તો એ પોતાની તરસ છીપાવવા માટે પાણીની પરબે જાય છે,એવી જ રીતે જ્ઞાન નો તરસ્યો વ્યક્તિ પુસ્તક પરબે જાય છે અને એ પણ નિ: શુલ્ક પણે.આગળ શ્વેતા બ્રહ્મભટ્ટે પુસ્તક પરબની વાત કરતા જણાવ્યું હતું કે પાણીનાં તરસ્યા વ્યક્તિને પાણીની પરબે પાણી આપી મદદ કરે છે એવી જ રીતે આ પુસ્તક પરબમાં પણ લોકો પોતાની પાસે પડી રહેલા પુસ્તકોનું દાન કરે છે, જેનાં કારણે અન્ય વ્યક્તિઓ પણ એ પુસ્તક વાંચવાનો લ્હાવો ઉઠાવી શકે છે.

આ ઉજવણી દરમિયાન પુસ્તક પરબનો પાયો નાખનાર ભૂષણ ભાઈ ભટ્ટ નાં સ્વ. પિતાશ્રી અશોકભાઈ ભટ્ટને પણ યાદ કરવામાં આવ્યા હતા અને તેમના વિશે રસપ્રદ વાતો રજૂ કરી હતી. તેમની પોલીટીકલ કેરીયરની અને આજના પોલીટીશીયનો ને વચ્ચે તફાવત જણાવ્યું હતું. આ તફાવત સમાજવતા કહ્યું હતું કે સ્વ. શ્રી અશોકભાઈ ભટ્ટ પોલીટીકલ કેરીયરના રોલ મોડેલ છે.એટલે કે તેમનાં જનરેશન દરમિયાનની રાજનીતિ અને આજના જનરેશનની રાજનીતિમાં જમીન આસમાન નો ફર્ક છે.ત્યારના નેતાને સમાજ સેવામાં આનંદ આવતો, કોઈની મદદ કરવી એ એમની kick હોતી, એ એમના ચારિત્ર્યમા વણાયેલા નેચરલ ગુણ હતા અને એટલે એ રાજનીતિમા આવ્યા, કે એ માધ્યમ થી વધારે લોકો સુધી પહોંચી શકે. અને આજના નેતાઓને રાજનીતિમાંમા રહેવું છે એટલે સમાજ સેવા કરે છે. વાત જરા કડવી છે પણ સત્ય છે.
તો કાલની ઉજવવામાં મોટીવેશનલ સ્પિકર સંજયભાઈ રાવલે અને અને તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક અશિતભાઈ મોદીએ પણ પુસ્તક પરબ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.આ બંને મહાનુભાવોએ પુસ્તક પરબની શરૂઆત કરનારા ભૂષણ ભાઈ ભટ્ટ નો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમનો ખુબ ખુબ આભાર કે અમને આ પુસ્તક પરબની મુલાકાત માટે બોલાવ્યા અને કોઈક જ વખતે નજરમાં આવતાં પુસ્તકો જોવા મળ્યા હતા.

મોટીવેશનલ સ્પીકર સંજયભાઈ રાવલે એક વાત કહી કે ઘણા લોકો ના ઘરોમાં પુસ્તક હોય છે જે એમના પિતા કે દાદા ના સમયના હોય છે અને હવે કોઈ વાંચતું નથી એટલે પસ્તીમા વેચી દેવામાં આવે છે. જે સિંગ ચણા વેચવા જેવી પ્રવૃત્તિઓ મા વપરાય છે. પણ આમાના ઘણા પુસ્તકો બહુ rare હોય છે. કદાચ એ author નથી રહ્યા કે એનું publication નથી થતું. એ rare પુસ્તકની કીમત એક પુસ્તક પ્રેમીજ જાણે છે. એનો live example હું આપને આપું. પરબમા પુસ્તકો જોતા મારી નજર એક પુસ્તક પર પડી.નાનપણથી Reader’s digest ની reader હોવાથી, અને મારા ગમતા topic ની હોવાથી એ મેં લીધું. મને થયું કે જો આની latest published copy મને મળી જાય તો Amazon થી order કરી દઉં. Amazon મા જોતાં આની value (બન્ને રીતે) મને ખબર પડી કે 1981 માં publish થયેલી આ એઈજ rare books માંથી એક છે.જેની કીમત Rs. 12, 600. 🙂 હવે સમજ્યાં સંજયભાઈ ની વાત?

તેમણે આગળ વાત કરતાં કહ્યું કે તમારા ઘરમાં પણ કોઈ જૂનું પુસ્તક હોય તો અહીંયા કે નજીકના ના કોઈ પુસ્તક પરબમા અચૂક દાન કરજો. કદાચ તમને એની કીમત નહીં ખબર હોય પણ કોઈ પુસ્તક પ્રેમી એન value અને respect બન્ને આપી શકશે.

રિપોર્ટ બાય: સૌરાંગ ઠક્કર, અમદાવાદ
બ્યુરો ચીફ અમદાવાદ જિલ્લા


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.