આણંદ જિલ્લામાં 17214 અધિકારી-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે - At This Time

આણંદ જિલ્લામાં 17214 અધિકારી-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે


સરકારી કર્મચારીઓથી લઇને હોમગાર્ડ સુધીના કર્મી ચૂંટણી ફરજમાં જોડાયા છે ત્યારે લોકશાહીના આ પર્વમાં એમનો પણ હક છે કે પોતાનું મતદાન કરી લોકશાહી પરંપરા ને ઉજાગર કરે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટેનું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે આણંદ જિલ્લામાં આગામી મે મહિનાની 7 મી તારીખના રોજ યોજાનાર છે.
ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અન્વયે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી- કર્મચારીઓને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાનું થાય છે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે અને આણંદ જિલ્લામાં 17214 અધિકારી-કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.