વિંછીયાના મોટી લાખાવડ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો પકડાયા - At This Time

વિંછીયાના મોટી લાખાવડ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો પકડાયા


વિંછીયાના મોટી લાખાવડ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો પકડાયા. મોટી લાખાવાડ ગામની સીમમાં સુખનાથ મહાદેવના ઢોરા ઉપર ખરાબાની જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિંછીયા પોલીસે રેઇડ કરી જુગાર રમતા (૧) ભરત મેરામભાઇ વાલાણી ધંધો-ખેતી રહે. મોટી લાખાવાડ, (ર) નીલેશ દેવજીભાઇ જાદવ ધંધો ખેતી રહે. મોટી લાખાવાડ (૩) હરેશ કાળુભાઇ વાલાણી ધંધો ખેતી રહે. મોટી લાખાવાડ, (૪) માણસુર ઉકાભાઇ જાદવ ધંધો મજુરી રહે. મોટા હડમતીયા, (૫) શૈલેષ લાખાભાઇ વાલાણી ધંધો ખેતી રહે. મોટી લાખાવાડ, (૬) ભુરા સાદુળભાઇ સાંબડ ધંધો ખેતી રહે. મોટી લાખાવાડ, (૭) કલા કાનાભાઇ જાદવ ધંધો મજુરી રહે. મોટી લાખાવાડ, (૮) વિનુ પીઠાભાઇ પરમાર ધંધો મજુરી રહે. મોટા હડમતીયા તથા (૯) જયરાજ મેરામભાઇ રાઠોડ ધંધો મજુરી રહે. મોટી લાખાવાડ ને રોકડા રૂા. ૧૦,૧૦૦ મોબાઇલ તથા હોન્ડા મળી કુલ રપ,૧૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. આ રેઇડ દરમિયાન પ્રવિણ સોમાભાઇ વાલાણી નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.