સોરઠીયાવાડી સર્કલના બગીચામાં યુવાને ફિનાઈલ ગટગટાવ્યું - At This Time

સોરઠીયાવાડી સર્કલના બગીચામાં યુવાને ફિનાઈલ ગટગટાવ્યું


શાપરના પારડી ગામે રહેતો યુવાન ટ્રક ડ્રાઈવીંગ કરતો. ટ્રાન્સપોર્ટમાં મંદીના કારણે આર્થીક ભીંસતી કંટાળીને ગઈકાલે રાત્રે સોરઠીયાવાડી સર્કલના બગીચામાં જઈને ફીનાઈલ પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની માહિતી મુજબ શાપરના પારડી ગામે રહેતો અકબર કાસમશા શાહમદાર (ઉ.35) નામના યુવાને આર્થિક ભીંસથી કંટાળી જઈને ગઈકાલે રાત્રે સોરઠીયા વાડીના બગીચામાં ફિનાઈલ પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અકબર ટ્રક ડ્રાઈવીંગ કરે છે અને સંતાનમાં એક દિકરો અને એક દિકરી હોવાનું જાણવા મળેલ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.