જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે શિક્ષકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ બેનરો સાથે રેલી યોજી, આગામી કાર્યક્રમો કર્યા જાહેર - At This Time

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે શિક્ષકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ બેનરો સાથે રેલી યોજી, આગામી કાર્યક્રમો કર્યા જાહેર


રાજકોટમાં આજે ગાંધી જયંતિના દિવસે શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે આંદોલન શરૂ કરાયું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ સંઘ, રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, સહિતના વિવિધ મંડળો સાથે જોડાયેલા શિક્ષકો હોસ્પિટલ ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા. શિક્ષકો દ્વારા વિવિધ બેનરો સાથે અગાઉ અમલમાં હતી તે જૂની પેન્શન યોજનાને ફરીથી લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને ફૂલહાર તેમજ માટીનું તિલક કર્યું બાદમાં હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને શિક્ષકો દ્વારા વિવિધ બેનરો સાથે રેલી યોજી સૂત્રોચ્ચાર કરાયા હતા. તેમજ આગામી દિવસોમાં કરવામાં આવનારા કાર્યક્રમો અંગે જાણકારી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.