રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્પાદન કરાતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6k3uyivxwckx9soh/" left="-10"]

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્પાદન કરાતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૨૯/૯/૨૦૨૨ ના રોજ નવરાત્રિ તથા દશેરાના તહેવારોમાં મીઠાઈનું વ્યાપક પ્રમાણમાં વેંચાણ થતુ હોય જેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈના ઉત્પાદન કરાતા સ્થળોનું ચેકિંગ કરવામાં આવેલ. જેના અનુસંધાને "રામ ક્રુષ્ણ ડેરી ફાર્મ" સ્થળ-૨૨ ન્યુ જાગનાથ, મહાકાળી મંદિરવાળી શેરી રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્થળ પર કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ વણવપરાયેલી મીઠાઇનો કુલ ૭ KG જથ્થો અનહાયજિનિક રીતે સ્ટોરેજ કરેલ હોય જથ્થો ફરીથી ઉપયોગમાં ન લેવાય તે હેતુથી સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ FSS Act-2006 હેઠળ લાયસન્સિંગ કન્ડિશન મુજબ સ્થળ પર હાયજિનિક સ્ટોરેજ રાખવા, ફ્લોરિંગ-દિવાલો રિપેરિંગ કરવા, ઉત્પાદન સ્થળોએ ધૂળ-ચિકાસ દૂર કરવા, કામદારોના મેડિકલ સર્ટિફિકેટ સમયાન્તરે રજૂ કરવા, મીઠાઈઓ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે પેઢીના માલિક કિશનભાઈ મુકેશભાઈ ખોયાણીને નોટિસ આપવામાં આવેલ તથા સ્થળ પરથી સંગમ કતરી-મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ "રઘુનંદન જયસિયારામ પેંડાવાળા" સ્થળ,કન્યા છાત્રાલય સામે, ડો.યાજ્ઞિક રોડ રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્થળ પર ચેકિંગ દરમિયાન, ફ્લોરિંગ-દિવાલો રિપેરિંગ કરવા, ઉત્પાદન સ્થળે ધૂળ-ચિકાસ દૂર કરવા, બીનજરૂરી સામાન દૂર કરવા, મીઠાઈઓ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે પેઢીના સંચાલક ચંદ્રેશભાઈ નાનજીભાઇ પટેલને નોટિસ આપવામાં આવેલ તથા સ્થળ પરથી સ્પે. કેશર ઘારી-મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. તેમજ "શ્રીજી'સ સ્વીટ્સ" સ્થળ-સરદારનગર મેઇન રોડ રાજકોટ મુકામે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ સ્થળ પર ચેકિંગ દરમિયાન ફૂડ લાઇસન્સ સ્થળ પર જોઇ શકાય તે રીતે દર્શાવવા તથા મીઠાઈઓ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબતે પેઢીના માલિક રવિભાઈ.એચ.રાયઠ્ઠા ને નોટિસ આપવામાં આવેલ તથા સ્થળ પરથી કોપરાનો મેસુબ-મીઠાઇનો નમૂનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. ઉપરોક્ત તમામ કામગીરી નાયબ કમિશનરશ્રી (હેલ્થ) આશિષ કુમારની સૂચના અન્વયે ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી એ.એન.પંચાલના માર્ગદર્શન હેઠળ ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]