શહેરા તાલુકાના લાભી પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ - At This Time

શહેરા તાલુકાના લાભી પ્રાથમિક શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ


શહેરા,

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી.જેના ભાગરુપે લાભી ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.જેમા ગામની દીકરીના હસ્તે ધ્વજવંદન કરાવામા આવ્યું હતું.અને તિરંગાને સલામી આપી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ખાતે આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 74માં પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ને દેશપ્રેમના માહોલ સાથે ઉજવણી કરવામા આવી હતી. લાભી શાળા ખાતે ગામની ભણેલી દીકરી અનિતાબેન ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ.લાભી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ તાલુકા,જીલ્લા,તેમજ રાજ્ય લેવલે વિવિધ સ્પર્ધાઓમાં અગ્રતાક્રમ મેળવ્યો હતો,તેમને પ્રોત્સાહક ઈનામો ગામના સરપંચ અને પુર્વ ડેલિગેટના હસ્તે આપવામા આવ્યા હતા.બાળકો દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામા આવ્યુ હતું. જેમા બાળકોએ બાળગીત,દેશભક્તિના ગીતો,ડાન્સ,નાટક,અને માઈમ સહીતના કૃતિઓ રજુ કરી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત શિક્ષણગણ એસએમસી કમિટીના સભ્યો, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો,તેમજ ગ્રામજનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.શાંતિપુર્ણ માહોલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન થઈ હતી.

રિપોર્ટ વિનોદ પગી શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.