મોરબી રોડ પરથી દારૂની છ બોટલ સાથે સિદ્ધાર્થ પકડાયો - At This Time

મોરબી રોડ પરથી દારૂની છ બોટલ સાથે સિદ્ધાર્થ પકડાયો


શહેરમાંથી બે અલગ-અલગ સ્થળે પોલીસે દરોડા પાડી બે શખ્સોને વિદેશી દારૂની સાત બોટલ સાથે દબોચી લીધા હતાં.દરોડાની વિગત અનુસાર, બિડીવીઝન પોલીસ મથકના એએસઆઈ એમ.એમ.માડમ અને કોન્સ્ટેબલ જયદિપસિંહ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે મોરબી રોડ જકાતનાકા પાસે સત્યવિજય આઈસ્કીમ પાસેથી વિદેશી દારૂની છ બોટલ રૂ।.3 હજારના મુદ્દામાલ સાથે સીદ્ધાર્થ હસમુખ ચુડાસમા (ઉ.વ.28) (રહે.કુવાડવા રોડ રોહીદાસ પરાશેરી નં.6)ને દબોચી દારૂની કયાંથી લાવ્યો તે અંગે પુછપરછ હાથ ધરી હતી.બીજા દરોડામાં ભગવતી પરા, સુખસાગર સોસાયટીના છેડેથી કૈયુન આશિફ કુરેશી (ઉ.વ.25)ને ક્રાઈમ બ્રાંચની ટીમે દારૂની 2 બોટલ રૂ।.900ના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.