ક્ષત્રિયોમાં આક્રોશ: રૂપાલાની વાણીવિલાસના વિરોધમાં હિંમતનગરમાં ક્ષત્રિયોનું આવેદનપત્ર - At This Time

ક્ષત્રિયોમાં આક્રોશ: રૂપાલાની વાણીવિલાસના વિરોધમાં હિંમતનગરમાં ક્ષત્રિયોનું આવેદનપત્ર


રાજકોટ બેઠકના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવા અંતર્ગત તેમની ઉમેદવારી રદ કરવા સહિતની માંગ સાથે સોમવારે ક્ષત્રિય સમાજના તમામ સંગઠનોએ આવેદન આપ્યું હતું અને રૂપાલા ક્ષત્રિય ' સભામાં આવી જાહેરમાં માફી માગે તેવી માંગ પણ કરાઈ હતી.

આ પ્રસંગે આક્રોશ ઠાલવતાં હિંમતનગર ક્ષત્રિય હિતકારણી સભા, કરણી સેના, મહાકાલ સેના, યુવા ક્ષત્રિય સેના વગેરેના ક્ષત્રિય અગ્રણીઓએ જણાવ્યું કે ક્ષત્રિય સમાજની આટલી મોટી સંખ્યા હોવા છતાં લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ ક્ષત્રિય સમાજના કોઈ ઉમેદવારને ફાળવેલ નથી. તેમ છતાં આ સમાજ ભાજપને વફાદાર રહ્યો છે. પરંતુ પુરષોત્તમ રૂપાલા દ્વાર જે વાહિયાત ટીપ્પણી સમાજના રજવાડાઓ અને બહેન દીકરીઓ માટે કરાઇ છે. તે બાબતે સમસ્ત ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફરી વળી છે. ક્ષત્રિય સેવા સમાજ દ્વારા કલેક્ટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી.સાર પાટીલને આ બાબતે વાકેફ કરી પુરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી સમસ્ત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ક્ષત્રિય સમાજની માંગણી કરાઈ હતી. જો ક્ષત્રિય સમાજની આ માંગણીની અવગણના કરાશે તો ગુજરાત રાજય સંકલન સમિતી જે પણ નિર્ણય કરશે તે નિર્ણય ને સાબરકાંઠા અને અરવલ્લી ક્ષત્રિય સમાજ પૂરેપૂરો ટેકો આપી તે પ્રમાણે રણનિતી નક્કી કરનારની ચીમકી ઉચ્ચારાઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.