મુસાફરોના મોબાઇલ રોકડ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5pomovkakeridb9h/" left="-10"]

મુસાફરોના મોબાઇલ રોકડ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇ


શહેરમાં એકલદોકલ મુસાફરોને રિક્ષામાં બેસાડ્યા બાદ યેનકેન પ્રકારે મોબાઇલ, રોકડ સહિતની કિંમતી વસ્તુઓ સેરવતી વધુ એક રિક્ષા ગેંગ સકંજામાં સપડાઇ છે. રિક્ષામાં બેસાડી મોબાઇલ સેરવતી ટોળકીના બે સાગરીત રિક્ષા સાથે સામાકાંઠા વિસ્તારમાં હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ માહિતીના સ્થળે દોડી ગઇ હતી અને રતનપર ગામના સંજય ઉર્ફે ભૂરો શંકરલાલ રાજાણી અને સાત હનુમાન મંદિર પાસે રહેતા રમેશ છગન સરવૈયાને પકડી પાડ્યા હતા. બંનેની તલાશી દરમિયાન તેમની પાસેથી આઠ મોબાઇલ મળી આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]