જસદણમાં હોળી પૂર્વે ધાણી ચણા ખજુર પતાસાના હારડાનો ભાવ યથાવત પણ ખરીદીનો અભાવ - At This Time

જસદણમાં હોળી પૂર્વે ધાણી ચણા ખજુર પતાસાના હારડાનો ભાવ યથાવત પણ ખરીદીનો અભાવ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેરની બજારોમાં ઠેર ઠેર ધાણી ખજૂર અને વિવિધ પ્રકારના ચણાઓની બજાર ગોઠવાઈ ગઈ છે પરંતુ હાલ પરીક્ષાનો સમયગાળો હોવાથી હોળી ધુળેટીની ખરીદીનો હજું રંગ જામ્યો નથી જસદણનાં મોતીચોક, મેઈન બજારમાં આવેલ પટેલ સુપર મોલના સંચાલકોએ જણાવ્યું હતું કે અમારે ત્યાં ગત વર્ષ કરતાં વિવિઘ પ્રકારના ખજુર ધાણી ચણા આવ્યાં છે અને ભાવમાં પણ કવોલિટી ચીજ વસ્તુઓ ગત વર્ષના ભાવે મળી રહી છે પણ હાલ પરીક્ષાનો માહોલ બરોબર જામ્યો હોવાથી જોઈએ એટલી ઘરાકી નીકળી નથી શુક્રવારથી બજાર જામશે એવી અમને આશા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.