પટેલ ફળિયા ભથવાળા પ્રા શાળા નો ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો. - At This Time

પટેલ ફળિયા ભથવાળા પ્રા શાળા નો ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.


પટેલ ફળિયા ભથવાળા પ્રા શાળા નો ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળાકીય શિક્ષણ સાથે બહારની દુનિયા વિશે જાણે અને જીવન કૌશલ્ય વિકસે બાળકોમાં આત્મવિશ્વાસ વધે અન્ય વિધાર્થીઓ સાથે જ્ઞાનનું આદાન પ્રદાન વધે અને તેમની માનસિક શકતી કેળવાય તેવા ઉદેશથી રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં ટ્વીનિગ પાર્ટનરશીપ અને ટીચર એક્સેચેન્જ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે યજમાન શાળા દ્વારા મુલાકાતી બાળકોને તેમની શાળામાં થતા વિવિધ કાર્યક્રમ શિક્ષણ પદ્ધતિ, વિષે માહિતી મેળવે છે બાળકો દ્વારા ,બાળ ગીત, સ્વાગત ગીત, ક્વીઝ રમત ગમત નાટક અભિનય ગીત સહિતના કાર્યક્રમ કરાઇ છે. આજે નાયક ફળિયા શાળાની વિવિધ પ્રવૃતિઓ વિષે માહિતી મેળવી હતી .નાયક ફળિયા ના આચાર્યશ્રી તથા સ્ટાફ પરિવારે વિધાર્થીઓને સરસ વર્ગખંડ મુલાકાત કરાવેલ બાળકોએ ગ્રુપ માં લર્નીગ મેળવેલ એક બીજા ની પ્રવૃત્તિ ઓ જોઈ હતી.

પટેલ ફળિયા ના બાળકો એ નાયક ફળિયા ભથવાળા શાળાની મુલાકાત લીધી હતી તેમજ નજીક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , ગ્રામપંચાયત આઈ.ટી.ઇ. ભથવાળા વિવિધ સઁસ્થાઓની પણ મુલાકાત લીધી હતી.બાળકો ને વિવિધ ટ્રેડ ની માહિતી મેળવી.આરોગ્યકેન્દ્ર માં રોગોવિશે અને આરોગ્ય ની સમજ મેળવી

પ્રા. શાળામાં ભણતા બાળકોને માનસિક વિકાસ માટે પ્રયાસ સમાન્ય રીતે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો પોતાની શાળામાંથી ખુબ ઓછા બહાર નીકળતા હોય છે જેથી તેમની માનસિકતાનો વિકાસ પૂરતા પ્રમાણમાં થઇ શકતો નથી રાજ્ય સરકાર દ્વારા કાર્યક્રમ થકી અલગ અલગ શાળામાં મોકલી જે તે શાળામાં બાળકો સાથે રહી તેમના વાતાવરણ અને જ્ઞાનનો લાભ લે છે આવી પ્રવુતિ સામાન્ય રીતે ઉચ્ચતર માધ્યમિક કે કોલેજ ક્ક્ષાએ થતી હોય છે પ્રાથમિક શાળામાં આ પ્રોગ્રામની નાની શરૂઆત બાળકો માટે ઉપયોગી બનશે
આ કાર્યક્રમથી બાળકોને શું શીખવા મળશે
બાળક પોતાની ક્ષમતા તેમજ બીજાની શક્તિ અને સફળતાના સંકલન દ્વારા સયુક્ત રીતે શીખવાની કળા, વિદ્યાર્થીઓ પીઅર ટૂ પીઅર જૂથ અધ્યયન સાથે શિક્ષણ મેળવવા સક્ષમ બનશે, શીક્ષકને વધુ સારી અને અસરકારક પદ્ધતિ અપનાવવ પ્રોત્સાહિત કરશે, અભ્યસક્રમનો વ્યાપ સમજી તેનો અમલ કરવા,શિક્ષણ કાર્યમાં નાવીન્યપૂર્ણ શ્રેષ્ઠ પ્રવૃતિઓનું આદાન-પ્રદાન, રમત-ગમત પ્રવૃત્તિઓનું બન્ને શાળા વચ્ચે આયોજન, શાળાની ચીજ વસ્તુઓ જેવી કે રમતના સાધનો, લેબોરેટરી લાયબ્રેરી લગતી પ્રવૃતિઓનું અદાન-પ્રદાન વગેરે. બાળકો ને આ ટ્વીનિગ પ્રોગ્રામમાં મઝા આવી હતી.નાયક ફ શાળા પરિવાર નો પટેલ ફળિયા શાળા પરિવારે આભાર વ્યક્ત કરેલ હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.