પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઈ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત"કિશોરી કુશળ બનો' થીમ આધારિત કિશોરી મેળા નું આયોજન કરવા આવ્યું હતું ... - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઈ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત”કિશોરી કુશળ બનો’ થીમ આધારિત કિશોરી મેળા નું આયોજન કરવા આવ્યું હતું …


આજ રોજ ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો .નારાયણસિહ અને ડૉ . રોશન બલાત ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આધોઈ ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત"કિશોરી કુશળ બનો' થીમ આધારિત કિશોરી મેળા તા. 09/10/2023 ના રોજ આયોજન કરવા આવ્યું હતું ...
આ કાર્યક્રમ માં આરોગ્ય વિભાગ ICDS વિભાગ તમેજ કિશોરી ઓ હજાર રહ્યા હતાં. આ કાર્યકમ માં કિશોરી ઓને મેડિકલ ઓફિસર ડો.રોશન બલાત દ્વારા આરોગ્ય લક્ષી માહિતી આપવામાં આવી તેમજ એડોલેશન હેલ્થ કાઉન્સેલર કિરેન કુમાર પાતર RKSK પ્રોગ્રામ અંતર્ગત AFHC ક્લિનિક ખાતે આપવા માં આવતી સેવા ઓ વિશે માહિતી આપવામાં આવી તેમજ IFA ગોળી લેવા ના ફાયદા વિશે તેમજ અલ્બેન્ડાઝોલ ગોળી વિશે અને માસિક ધર્મ અવસ્થા દરમિયાન રાખવા માં આવતી સ્વચ્છતા વિશે તેમજ સેન્ટરી પેડ નુ ઉપયોગ કરવા અંગે અને તેનો યોગ્ય નિકાલ કરવા અંગે સમજણ આપવા માં આવી ત્યાર બાદ ICDS વિભાગ દ્વારા કિશોરી ઓ ને ન્યુટ્રીશન તેમજ કિશોરીઓને પૂર્ણ શક્તિ પેકેટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજPHC ના સુપરવાઇઝર કિર્તીભાઈ દ્વારા વાહક જન્યો રોગો વિશે કિશોરીઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓનું CHO યશ પ્રજાપતિ અને કાજલ બેન દ્વારા વજન ઊંચાઈ અને લોહીની ટકાવારી ચેક કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં CHO આંગણવાડી સેજા સુપરવાઈઝર, PHC મેડિકલ ઓફિસર, PHC મેલ સુપરવાઝર, એડોલેસન કાઉન્સેલર,CMTC સ્ટાફ તેમજ PHC સ્ટાફ, આંગણવાડી વર્કર બહેનો, આશા બહેનો રહ્યા હતા...
આ કાર્યક્રમ અંતર્ગત વાનગી નિર્દેશન અને RKSK AFHC ક્લિનિક મુલાકાત કરવા માં આવી હતી તેમજ આ આ કાર્યક્રમ અંતર્ગત તમામને અલ્પાહાર આપવામાં આવ્યો હતો.


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.