જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મસ્જીદે કૌશર ખાતે મિશન ગો ગ્રીન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મસ્જીદે કૌશર ખાતે મિશન ગો ગ્રીન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મસ્જીદે કૌશર ખાતે મિશન ગો ગ્રીન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવા પ્રવુતિ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા મસ્જીદે કૌશર હરણકુઈ બોટાદ ખાતે તા..૧૬/૭/૨૩ ના રોજ પસ્તી સે પર્યાવરણ અંતર્ગત મિશન ગો ગ્રીન અન્વયે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.જેમાં વિવિધ પ્રકારના ઔષધીય છોડ અને દેશી કુળના ૫૦ જેટલા છોડનું વૃક્ષા રોપણ કરવામાં આવેલ.આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,સ્થાપક ઉપ પ્રમુખ અને યુનિટ ડીરેકટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા,પ્રોજેક્ટ ચેરમેન મનસુર ખલ્યાણી,સેક્રેટરી દીપક ભાઈ માથુકિયા,પૂર્વ પ્રમુખ લાલજીભાઇ કળથીયા,નસીરભાઈ ખલ્યાણી,ઇમરાન રાવાણી,રાજેશભાઈ રામાવત,અતુલ ભાઈ વાઘેલા,નિલેશ વાગડીયા વગેરે ઉપસ્થિત રહેલ.વૃક્ષા રોપણ કાર્યક્રમ માં રોપા નો સહયોગ બોટાદ વન અધિકારી મહેન્દ્રસિંહ પાવરા દ્વારા પ્રાપ્ત થયેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.