સાબરકાંઠા જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાં શિયા જાફરી મશાયખી મોમીન જમાત ના ગામોમાં ઝિયારત અને - At This Time

સાબરકાંઠા જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાં શિયા જાફરી મશાયખી મોમીન જમાત ના ગામોમાં ઝિયારત અને


સાબરકાંઠા

શિયા જાફરી મશાયખી મોમીન જમાત દુઃખનો પહાડ તૂટી પડ્યો
સિદ્ધપુર ખાતે પીર સૈયદ મુજાહિદહુસૈન બાવાની વફાત થઈ ગઈ તેવા સમાચાર મળતાની સાથે મોમીન સમાજમાં અને અન્ય સમાજમાં
બાવા સાહેબ વફાત થયા છે તેવા સમાચાર મળતાની સાથે લોકો ગમગીન થઈ ગયા હતા

પીર સૈય્યદ મુશાહિદ હુસૈન બાબાસાહેબ ને હજી વફાત થયા ચાર મહિના પુરા થયા નથી અને અને બીજી બાજુ આ સમાચાર સાંભળીને મોમીન સમાજના લોકો દંગ રહી ગયા હતા
આજ રોજ સાબરકાંઠા જિલ્લા તેમજ અન્ય જિલ્લાઓમાં શિયા જાફરી મશાયખી મોમીન જમાત ના ગામોમાં ઝિયારત અને કુરાન શરીફની તિલાવત કરવામાં આવી
તેમજ શિયા જાફરી મશાયખી મોમીન સમાજ ના મોમીન ને ધંધા-રોજગાર બંધ રાખીને દુઃખ વ્યક્ત કર્યું હતું
થોડા દિવસ અગાઉ ઇલોલ મુકામે પીર સૈય્યદ મુજાહિદહુસૈન બાવાસાહેબ પધરામણી થઈ હતી અને બે દિવસ પછી બાવા સાહેબ ના વફાત ના સમાચાર મળતા કોઈ મોમીન ના યકીન પણ કરતા ન હતા
અલ્લાહ તઆલા આપને જન્નતમાં ઉચ્ચ દરજ્જો અતા ફરમાવે , પોતાની જવારે રહમતમાં શામેલ કરે , અને કુટુંબીજનો તેમ જ મુરીદોને સબ્રે જમીલ અતા ફરમાવે , આમીન .

રિપોર્ટ રીજવાના મન્સૂરી સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.