સ્માર્ટસિટી કે ઢોરસીટી અમદાવાદ! - At This Time

સ્માર્ટસિટી કે ઢોરસીટી અમદાવાદ!


સ્માર્ટ સિટી કહેવાતા એવા અમદાવાદમાં રખડતા ઢોરની મોટી સમસ્યાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે .અમદાવાદમાં જ્યાં જુઓ ત્યાં રોડ પર પશુઓએ અડીંગો જમાવ્યો છે. રાયપુર વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને તેના કારણે સ્થાનિકોનું કહેવું છે કે ,AMC ની ઢોર પાર્ટી કામ જ નથી કરતી. અમદાવાદ મહાનગરપાલિકાના શહેરમાં રખડતા ઢોર પર નિયંત્રણના દાવાઓ પોકળ સાબિત થયા છે ડ્રાઇવ ઇન રોડ પર ઢોર રસ્તા વચ્ચે બેસેલા જોવા મળી રહ્યા છે અમદાવાદના બાપુનગરમાં પણ જાહેર માર્ગો પર ગાયો તેમજ આખલાઓએ અઢીંગો જમાવ્યો છે જેને લઇ લોકોમાં ભારે રોષ તેમજ વાહનચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.