વંદે ગુજરાત વિકાસ યાત્રા” ના ત્રીજા દિવસે વિકાસ રથનું પોશીના અને તલોદ તાલુકાના ગામોમાં ભ્રમણ : ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર ઠેર ઠેર સ્વાગત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4eyaicdub1zuzigx/" left="-10"]

વંદે ગુજરાત વિકાસ યાત્રા” ના ત્રીજા દિવસે વિકાસ રથનું પોશીના અને તલોદ તાલુકાના ગામોમાં ભ્રમણ : ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર ઠેર ઠેર સ્વાગત


“વંદે ગુજરાત વિકાસ યાત્રા” ના ત્રીજા દિવસે વિકાસ રથનું પોશીના અને તલોદ તાલુકાના ગામોમાં ભ્રમણ : ગ્રામજનો દ્રારા ઉત્સાહભેર ઠેર ઠેર સ્વાગત
-------------
લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
-------------
"વંદે ગુજરાત" વિકાસ યાત્રાના ત્રીજા દિવસે વિકાસ યાત્રા રથ પોશીનાના માલવાસ, નાળા અને લાંબડીયા ખાતે અને તલોદ તાલુકાના જોરાજીનામુવાડા, ખેરોલ અને તલોદ નગરપાલિકા વિસ્તાર આવી પહોંચતા ગ્રામજનોએ તેનું ઉષ્મા સ્વાગત અને બાળાઓ દ્રારા પરંપરાગત સ્વાગત ગીતો રજૂ કરાયા હતા.
પોશીનાના માલવાસ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજય સભા સાંસદ શ્રીમતી રમિલાબેન બારાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગામડાંના લોકોની ચિંતા કરી છેવાડાના માનવી માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. જે યોજનાઓનો આજના ટેકનોલોજીના યુગમાં છેવાડાનો માનવી પણ સત્વરે અને મહત્તમ લાભ લઈ શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિકાસયાત્રાનો રથ આજે ગામેગામ ફરી રહ્યો છે, ત્યારે સરકારશ્રીની અમલી વિવિધ યોજનાઓનો ગામે ગામ મહત્તમ પ્રચાર પસાર થાય તેવો ઉદ્દેશ આ વિકાસ રથનો રહેલો છે. આ ઉત્સવમાં સૌ કોઇને જોડાવા અને સરકારી યોજનાથી જેઓ હજી પણ વંચિત રહી ગયા છે તેવા લોકોને સરકારી યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરવાની હિમાયત કરી હતી.
તલોદ તાલુકાના દોલતાબાદ જિલ્લા પંચાયત સીટના જોરાજીનામુવાડા, ખેરોલ અને તલોદ નગરપાલીકા વિસ્તારમાં નાગરીકો દ્રારા રથનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાની બાળાઓએ સ્વાગત ગીત દ્રારા સ્વાગત કર્યું હતું. આ સાથે ગામની સફાઇ, યોગ, વાનગી સ્પર્ધાઓ, પશુ આરોગ્ય કેમ્પ વગેરે પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બંન્ને તાલુકાઓમાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તલોદ અને પોશીના તાલુકા પંચાયતના સભ્યો, ગામના સરપંચશ્રીઓ તેમજ લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]