જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન મલ્ટી યુનિટ કોન્ફરન્સ-2023 યોજાઇ - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન મલ્ટી યુનિટ કોન્ફરન્સ-2023 યોજાઇ


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન મલ્ટી યુનિટ કોન્ફરન્સ-2023 યોજાઇ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના યજમાન પદે જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ની મલ્ટી યુનિટ કોન્ફરન્સ ૨૦૨૩ તા.૮/૧૦/૨૩ના રોજ શ્રીમતિ આર.એ.કળથીયા વિદ્યાભવન બોટાદ ખાતે યોજાઈ.આ મલ્ટી યુનિટ કોન્ફરન્સમાં 177 ડેલીગેટોએ ભાગ લીધેલ.આ કોન્ફરન્સનું દીપ પ્રાગટય માન.મહર્ષિ રાવલ નાયબ પોલીસ અધિક્ષક બોટાદ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરી જાયન્ટ્સ પ્રાર્થનાથી કરવામાં આવેલ.સ્વાગત પ્રવચન જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ કરેલ.નાયબ પોલીસ અધિક્ષક રાવલ સાહેબે બોટાદ જાયન્ટ્સ સંસ્થા ની સેવાકીય પ્રવૃત્તિ બિરદાવી હરહંમેશ સહયોગ આપવાની ખાત્રી આપેલ.આ પ્રસંગે ફેડરેશન ઉપપ્રમુખ કેતનભાઈ રોજેસરા અને દુષ્યંત ભાઈ પંડયા અને સમારોહના અધ્યક્ષ પદે સેન્ટ્રલ કમિટી મેમ્બર રાજેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહયા હતા.પ્રથમ સેશનની આભાર વિધિ સેક્રેટરી દીપકભાઈ માથુકીયાએ કરેલ.બિઝનેસ સેશનમાં કોન્ફરન્સ સેક્રેટરી તરીકે મુકેશભાઇ જોટાણીયા ની નિમણુંક કરવામાં આવેલ.આ પ્રસંગે યુનિટ ડિરેક્ટર સી.એલ.ભીકડીયા , સંજયભાઈ શેઠ,ગુણવંત ભાઈ સુખાનંદી ઉપસ્થિત રહી વિવિધ ગૃપોના પ્રોજેક્ટ/પ્રોગ્રામ ની સમીક્ષા કરાવામાં આવેલ.તેમજ ફેડરેશન પદાધિકારીઓ એ વિવિધ પ્રોજેક્ટ/પોગ્રામ અંગે માર્ગ દર્શન પૂરું પાડેલ.જાયન્ટ્સ પદાધિકારીઓએ જાયન્ટ્સ ચળવળ અંતર્ગત સુંદર માર્ગદર્શન આપેલ.ઓપન ફોરમ,લક્કી ડ્રો બાદ આભાર વિધિ કાઉન્સીલ વતી ગ્રીન મેન સી.એલ.ભીકડીયા એ તથા કાર્યક્રમનું સંચાલન દર્શનભાઈ પટેલે કરેલ.છેલ્લે રાષ્ટ્ર ગીતનું ગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.મલ્ટી યુનિટ કાઉન્સીલ ની સફળતા માટે કોન્ફરન્સ ચેરમેન દિલીપ ભલગામીયા,જાયન્ટ્સના હોદ્દેદારો,સભ્યોએ જહેમત ઉઠાવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.