ધંધુકા તાલુકાના શ્રી દાદા બાપુ પચ્છમ ભાલ નું ગુંજારમાં સર્વ સમાજ વતી ભવ્ય સ્વાગત કરાયું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/42igkv34arql7izs/" left="-10"]

ધંધુકા તાલુકાના શ્રી દાદા બાપુ પચ્છમ ભાલ નું ગુંજારમાં સર્વ સમાજ વતી ભવ્ય સ્વાગત કરાયું.


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના શ્રી દાદા બાપુ પચ્છમ ભાલ નું ગુંજારમાં સર્વ સમાજ વતી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
આજરોજ મહાશિવરાત્રીની દાદા બાપુના પ્રવાસ કાર્યક્રમમાં ગુંજાર ગામમાંથી 108 ભાવિક ભક્તજનો દ્વારકા પગપાળા ચાલીને નીકળવાના છે આ સંઘને પ્રસ્થાન આપવા અને ઠાકોરજીનું એક એક મોરપીંછ અર્પણ કરવા માટે પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મ રક્ષક વિજયસિંહ બાપુ મહંત શ્રી દાદા બાપુ ધામ પચ્છમ આજે ગુંજારમાં પધાર્યા સમગ્ર ગુજાર ગામના તમામ સમાજ દ્વારા ખૂબ જ મોટી અને બહોળી સંખ્યામાં પૂજ્ય બાપુનું સ્વાગત સન્માન કરાયું પૂજ્ય બાપુએ દ્વારકાધીશની ચિત્ર પ્રતિમાની આરતી ઉતારી અને તમામ સેવકો જે પગપાળા ચાલીને દ્વારિકા જવાના છે. આ તમામને એક એક મોરપીંછ ઠાકોરજીની પ્રતિકૃતી રૂપે આપ્યું અને બધાને પ્રસ્થાન કરાવી અને રેલીને આશીર્વાદ આપ્યા અને સર્વે સુખરૂપ દ્વારકાધીશ પહોંચી જાય એ રીતે એ સૌને આશીર્વાદ જ આપવામાં આવ્યા.

‌ રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]