અમારા કુટુંબના બધા જ મતદારો અવશ્ય મતદાનની નૈતિક ફરજ બજાવશે - At This Time

અમારા કુટુંબના બધા જ મતદારો અવશ્ય મતદાનની નૈતિક ફરજ બજાવશે


લોકશાહીનાં અવસરમાં ઉમંગપૂર્વક જોડાતો બોટાદ જિલ્લો: અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ રહ્યાં છે વાલીઓ

લોકશાહીનાં અવસરમાં ભાગ લેવા માટે બોટાદ જિલ્લો સુસજ્જ થઈ રહ્યો છે. જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓ મારફતે તેમના વાલીઓ ચોક્કસથી મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે મહત્તમ મતદાન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજ્યના ચુંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલાં સંકલ્પ પત્રોમાં “અમારા કુટુંબનાં બધાજ મતદારો અવશ્ય નૈતિક અને જાગૃત મતદાન કરશે. 18 વર્ષથી ઉપરનાં અમારા પરિચિત દરેક વ્યક્તિને મતદારયાદીમાં નામ નોંધણી તથા નૈતિક અને જાગૃત મતદાન માટે પ્રેરીત કરીશું. મતદાર સેવાઓ માટે ઉપલબ્ધ વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા વેબસાઇટ જેવી ઓનલાઇન સેવાઓની માહિતી મેળવીને તેનો ઉપયોગ કરીશું અને અન્યને ઉપયોગ કરવા પ્રેરીત કરીશું.” નાં સંકલ્પ સાથે વિદ્યાર્થીઓ વાલીઓને પ્રેરિત કરી રહ્યાં છે.
વધુમાં સંકલ્પ પત્રમાં “દિવ્યાંગ મતદારોના માટે પીડબલ્યુડી મોબાઇલ એપ વિશે તથા તેમને મળતી સુવિધાઓ વિશે માહિતગાર કરીશું. ઇવીએમ અને વીવીપેટ દ્વારા સુરક્ષિત અને સંશયરહિત મતદાન વિષે વધુમાં વધુ લોકોને માહિતી આપીશું. પોતાના લોકતાંત્રિક હકથી કોઇપણ મતદાર વંચિત રહી જાય નહી તે માટે પુરા પ્રયત્નો કરીશું” તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાની પ્રત્યેક શાળામાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ થકી પોતાનાં વડીલો તેમજ પરિવારજનોને મતદાન જાગૃત્તિનો સંદેશો આપી રહ્યાં છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.