ખુલ્લામાં હાજતે જવામાંથી મુક્તિનો સરકારી દાવો કેટલો સાચો? ૧૧ કરોડથી વધારે શૌચાલયો બનાવવામાં આવ્યાં છે આ સાંભળીને આખું વિશ્વ હેરાન છે  માઈલસ્ટોન એક પાણો મુકવા જેવી વાત છે - At This Time

ખુલ્લામાં હાજતે જવામાંથી મુક્તિનો સરકારી દાવો કેટલો સાચો? ૧૧ કરોડથી વધારે શૌચાલયો બનાવવામાં આવ્યાં છે આ સાંભળીને આખું વિશ્વ હેરાન છે  માઈલસ્ટોન એક પાણો મુકવા જેવી વાત છે


ખુલ્લામાં હાજતે જવામાંથી મુક્તિનો સરકારી દાવો કેટલો સાચો?

૧૧ કરોડથી વધારે શૌચાલયો બનાવવામાં આવ્યાં છે આ સાંભળીને આખું વિશ્વ હેરાન છે 

માઈલસ્ટોન એક પાણો મુકવા જેવી વાત છે 

ખુલ્લામાં હાજતે જવામાંથી મુક્તિનો સરકારી દાવો કેટલો સાચો?
વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) અને યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ)ના તાજેતરના આંકડાથી જાણવા મળે છે કે, ભારતની ગ્રામીણ વસતિનો ઓછામાં ઓછો એક ષષ્ટાંશ હિસ્સો આજે પણ ખુલ્લામાં હાજતે જાય છે અને એક ચતુર્થાંશ લોકો પાસે સ્વચ્છતાની પાયાની સુવિધા સુધ્ધાં નથી. ૨ ઑક્ટોબર ૨૦૧૯ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત દેશને ખુલ્લામાં હાજતથી (ઓપન ડેફેકેશન ફ્રી - ઓડીએફ) જાહેર કર્યો મુક્ત હતો. મહાત્મા ગાંધીની ૧૫૦ મી જયંતીએ આ મોદીનો વ્યક્તિગત વાયદો હતો. વડા પ્રધાન રૂપે લાલ કિલ્લાએથી આપેલા તેમના પહેલા ભાષણમાં તેમણે જે વિકાસાત્મક વાયદા કર્યા હતા, તેમાંનો આ એક વાયદો હતો.
તેના પછીના ૬૦ મહિનામાં તેમણે ભારતને ખુલ્લામાં હાજત થી મુક્તની જાહેરાત કરતા કહ્યું કે, “૬૦ કરોડ લોકોને શૌચાલય સુધીની પહોંચ પ્રદાન કરવામાં આવી છે. ૧૧ કરોડથી વધારે શૌચાલયો બનાવવામાં આવ્યાં છે. આ સાંભળીને આખું વિશ્વ હેરાન છે.”
વાસ્તવમાં આ દિશામાં ભારતની લાંબી છલાંગે વૈશ્વિક સ્વચ્છતા પરિદ્રશ્યને બદલી નાખ્યું. આ જાહેરાત સાથે જ દુનિયા સતત વિકાસના સૌથી મુશ્કેલ લક્ષ્ય (એસડીજી) એટલે કે પાણી અને સ્વચ્છતા સુધીની સાર્વભૌમિક પહોંચ સુધી પહોંચી ગઈ. કારણ કે, ભારતમાં જ ખુલ્લામાં હાજતે જનારાની લોકોની સંખ્યા સૌથી વધારે હતી.
જાહેરાત પછી ભારતમાં ઓડીએફ વિશે વધારે વાત થતી નથી. તે પછી ભારતે આગળની પેઢી માટે ઓડીએફ પ્લસ નામે એક વિસ્તૃત સ્વચ્છતા કાર્યક્રમ તૈયાર કર્યો, જે સ્થિતિને બરકરાર રાખવા અને ગામોમાં ઘન તથા પ્રવાહી કચરાના વ્યવસ્થાપન
પર કેન્દ્રિત છે. દેશના લગભગ ૬ લાખ ગામોમાંથી આશરે ૩.૬ લાખ ગામો પહેલેથી જ ઓડીએફ પ્લસ છે. જોકે, ઓડીએફની સ્થિતિ પલટાઈ ગઈ છે કે નહીં એવું સ્થાપિત કરવાની કોઈ રીત નથી. તેની પર અંદાજ જ લગાવવામાં આવે છે.
આ વર્ષે જુલાઈમાં ડબ્લ્યુએચઓ અને યુનિસેફે વર્ષ, ૨૦૨૨માં ઘરેલૂ જળ પૂર્તિ અને સ્વચ્છતા અંગે પોતાનો જોઇંટ મોનિટરિંગ પ્રોગ્રામ (જેએમપી) રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટ એસડીજી- ૬ની પ્રગતિની દેખરેખ રાખીને પાણી તથા સ્વચ્છતાની સ્થિતિ દર્શાવે છે. આ રિપોર્ટ મુજબ, ૨૦૨૨માં ભારતની ૧૭ ટકા ગ્રામીણ વસતિ ખુલ્લામાં હાજતે જાય છે. એક ચતુર્થાંશ ગ્રામીણ વસતિ પાસે “લઘુતમ મૂળભૂત” સ્વચ્છતા સુવિધાઓ પણ નથી. એસડીજી-૬ની તપાસ કરનારી જેએમપી રિપોર્ટ, “મૂળભૂત” સેવાઓને બહેતર સ્વચ્છતા સુવિધાઓના રૂપમાં પરિભાષિત કરે છે, જેને એક પરિવાર બીજા લોકો સાથે વહેંચતો નથી. સામાન્ય ભાષામાં કહીએ તો મૂળભૂત સેવા, કોઈ ઘર માટે એક વિશેષ શૌચાલય છે. આ એ લક્ષ્ય પણ છે જેની ભારત સરકારે ઓડીએફ લક્ષ્ય નક્કી કરતી વખતે આકાંક્ષા રાખી હતી. જેએમપી રિપોર્ટે જ્યારથી આ લક્ષ્ય નક્કી ક૨વામાં આવ્યા હતા ત્યારથી એટલે કે, ૨૦૧૫થી પ્રગતિ માપ્યા કરી. ભારતે આ ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રગતિ કરી છે. ૨૦૧૫માં લગભગ ૪૧ ટકા અને ૨૦૨૨માં ૧૭ ટકા ગ્રામીણ વસતિ ખુલ્લામાં હાજતે જતી હતી. ૫૧ ટકા ઘરો (૨૦૨૨માં ૭૫ ટકા) પાસે ઓછામાં ઓછી મૂળભૂત સ્વચ્છતા સુવિધાઓ તો હતી. આ પ્રગતિના આધારે કહી શકાય કે, ભારતે ખુલ્લામાં હાજત બાબતે વાર્ષિક સરેરાશ ૩.૩૯ ટકાનો ઘટાડો કર્યો છે. જો આ ઘટાડા પ્રમાણે ગણીએ તો ભારતને ઓડીએફ થવામાં બીજાં ચાર-પાંચ વર્ષ લાગશે
આનાથી ઘણા સવાલો થાય છે તેના થી મુખ્ય એ કે શું ભારત ખરેખર ઓડીએફ છે ? જુલાઈ ૨૦૨૧ માં જાહેર થયેલા જે એમ પી રિપોર્ટ માં કહેવાયું હતું કે ભારત ૨૨ ટકા ગ્રામીણ વસ્તી ખુલ્લા માં હાજતે જાય છે ભારત સ્વચ્છતા કાર્યક્રમ સાથે જોડાયેલ અધિકારી ઓ કહે છે કે ભારત સરકારે ભારત ને ઓ ડી એફ જાહેર કર્યું નથી પરંતુ એવા ગામો હતા જેમણે પોતપોતા ને ઓડીએફ માટે પ્રમાણિત કર્યા અને એ રીતે દેશ ને એવું જાહેર કરવા માટે સક્ષમ બનાવ્યો 
ખુલ્લા માં હાજત ને બદલે શોચાલય નો ઉપીયોગ કરવા માટે વ્યવહારિક પરિવર્તન નક્કી કરવા માં આવ્યું નથી આ માત્ર એક પ્રોક્સી રૂપ છે જેથી ઓડીએફ સ્થિતિ ની જાણકારી મેળવી શકાય વાસ્તવિકતા એ છે કે ખુલ્લા માં હાજત હજુ બંધ થઈ નથી અને આજે પણ તે ઘણા અંશે છે ખુલ્લા માં હાજત ફક્ત એક સ્વસ્થ વ્યક્તિગત ટેવ જ નહીં પણ જેમના માટે તેની નાબુદી નું લક્ષ રાખવા માં આવ્યું છે તેમને માટે પણ એક જોખમ છે હવે દેશ પોતા ના માઇલસ્ટોલ એવા ઓએફડી નું ફરીવાર મૂલ્યાંકન કરે એ સમય આવી ગયો છે સૌજન્ય લોકસ્વરાજ

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.