૨ દિવસમાં 433 શેરી ફેરીયાઓને લોન મંજૂર કરાવતી મહાનગરપાલિકા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3bwxmvmdpxph4waf/" left="-10"]

૨ દિવસમાં 433 શેરી ફેરીયાઓને લોન મંજૂર કરાવતી મહાનગરપાલિકા


કેન્દ્ર સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં રૂ.10,000 સુધીની વર્કિંગ કેપિટલ લોન અને પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.20,000 સુધીની લોન સિક્યુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે તા.17 અને 18ના રોજ મનપા ખાતે કેમ્પ યોજાતા બે દિવસમાં 433 શેરી ફેરીયાઓને બેંકો દ્વારા લોન સહાય મંજુર કરવામાં આવી છે.
કેમ્પમાં સરકારી અને ખાનગી બેંકોએ ભાગ લીધો હતો. 1729 શ્રમજીવી યોજનાનો લાભ લેવા પહોંચતા 433 લાભાર્થીઓની લોન મંજુરીની પ્રક્રિયા બેંકો દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આગામી તા.24 તથા 25નાં રોજ વધુ ને વધુ લોન અરજીઓ મંજુર થાય તે માટે બેંકોનાં સહયોગ થી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કેમ્પના સ્થળે અસંગઠિત ક્ષેત્રનાં કામદારો માટે ઈશ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી પણ કરવામાં આવી રહેલ છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે એનયુએલએમ સેલ મનપા ઢેબર રોડ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]