સુમિંતર ઓર્ગેનિક ઈન્ડિયા લિમિટેડ, માણાવદર કોમ્પ્લેક્સ દ્વારા ઓર્ગેનિક ખેતી, કપાસના મોડલ અને નવી જાતો અંગેની તાલીમ - At This Time

સુમિંતર ઓર્ગેનિક ઈન્ડિયા લિમિટેડ, માણાવદર કોમ્પ્લેક્સ દ્વારા ઓર્ગેનિક ખેતી, કપાસના મોડલ અને નવી જાતો અંગેની તાલીમ


*સુમિંતર ઓર્ગેનિક ઈન્ડિયા લિમિટેડ, માણાવદર કોમ્પ્લેક્સ દ્વારા ઓર્ગેનિક ખેતી, કપાસના મોડલ અને નવી જાતો અંગેની તાલીમ*

સુમિન્ટર ઈન્ડિયા ઓર્ગેનિક, માણાવદર કોમ્પ્લેક્સ, જિલ્લો જૂનાગઢ (ગુજરાત) દ્વારા વિવિધ ગામડાઓમાં જેવાકે પટણાવ, સરદારગઢ અને સણોસરાના 70 જેટલા ખેડૂતોને 26 થી 29 મે 2023 દરમિયાન જીવંત ખેતી વિશે વિગતવાર, સુમિન્ટર કંપનીના કૃષિ નિષ્ણાત શ્રી સંજય શ્રીવાસ્તવ, દ્વારા જણાવ્યું હતું. ખેતી માટે જરૂરી આવશ્યકતાઓ, કપાસની મોડેલ ફાર્મિંગ, નવી પ્રજાતિઓ વિશે જણાવવામાં આવ્યું હતું, તમામ તાલીમમાં સુમિન્ટરનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો, જેમાં માણાવદરના પ્રોજેક્ટ મેનેજર મનોજ સૂર્યવંશી, સિનિયર ફિલ્ડ ઓફિસર નિલય ઉસદડીયા, જયદીપ વાવેચા, ફિલ્ડ ઓફિસર અર્જુનસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ મૈયડ, વિનોદ જાડેજા, જીતેશ કરમુર, પ્રમાણપત્ર અધિકારી અનિલ ચૌધરી, આકાશ કુમાર, દસ્તાવેજ અધિકારી અનિલ કુમાર દાફડા, નિકુલ મુછડીયા સહિતના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, સુમિંતરના માર્ગદર્શન હેઠળ આ વર્ષે જીવંત ખેતી કરતા ખેડૂતો દ્વારા મોડેલ ફાર્મિંગ, વિવિધ જૈવિક ખાતરો વિશે માહિતી આપવામાં આવી હતી. જીવામૃત, વેસ્ટ ડી કંપોઝર, પંચપર્ણી, દશપર્ણી બનાવતી જંતુનાશકો, જેવી ઓર્ગેનિક દવાઓ ની માહિતી સાથે ભવિષ્યમાં આ પ્રકારની જીવંત ખેતી, મોડેલ ફાર્મ અને ટ્રાયલ ફાર્મ કરવા ખેડૂતો દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હતી!
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.