અમદાવાદ માં લાંચ લેતા ઝડપાયા સોલો સરકારી ચાવડી માંથી એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી એક જાગૃત નાગરીક - At This Time

અમદાવાદ માં લાંચ લેતા ઝડપાયા સોલો સરકારી ચાવડી માંથી એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદી એક જાગૃત નાગરીક


તા:-૧૩/૦૩/૨૦૨૪
અમદાવાદ

લાચ્યાં બાબુઓ આરોપીઓ
(૧) નિર્મલસિંહ દોલતસિંહ ડાભી, વર્ગ-૩, સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર), સોલા-ચાવડી, સોલા, અમદાવાદ
(૨) યોગેશભાઇ જશુભાઇ પટેલ, સેવક, (આઉટ સોર્સ-કરાર આધારીત), સોલા-ચાવડી, સોલા, અમદાવાદ
ગુન્હો બન્યા તારીખ:- ૧૩/૦૩/૨૦૨૪ લાંચની માંગણીની રકમ રૂ.૧૫,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમ રૂ.૧૫,૦૦૦/-રીકવર કરેલ રકમ રૂ.૧૫,૦૦૦/-
બનાવનુ સ્થળ
સોલા ચાવડી, સર્કલ ઓફીસ સોલાના બહાર ગેટ પાસે, સોલા, અમદાવાદ આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીના માતાનુ નામ ૭/૧૨ માં ચડાવવા સારૂ ફરીયાદીએ અરજી કરેલ જેની તપાસ આ કામના આરોપી નં.૧ કરી રહેલ હોય, કાચી નોંધ તૈયાર થયા બાદ કાચી નોંધને પ્રમાણીત કરવા સારૂ આરોપી નં.૧ એ ફરીયાદી પાસે રૂ.૧૫,૦૦૦/- લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં, આજ રોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ ના કહેવાથી આરોપી નં.૨ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વીકારી, બંને આરોપીઓ સ્થળ ઉપર પકડાઇ જઇ, ગુનો કરેલ છે.
ટ્રેપીંગ ઓફીસર શ્રી એચ.બી.ચાવડા
ફીલ્ડ પો.ઇન્સ. ગાંધીનગર એ.સી.બી. એકમ
સુપરવિઝન ઓફીસર શ્રી એ. વી. પટેલ
ઇન્ચાર્જ મદદનીશ નિયામક,ગાંધીનગર એ. સી.બી. એકમ, ગાંધીનગર

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.