ગરબાડા આઇસીડીએસ ઘટક -૨ માં આંગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી કરાઇ. - At This Time

ગરબાડા આઇસીડીએસ ઘટક -૨ માં આંગણવાડી ખાતે પોષણ માસની ઉજવણી કરાઇ.


આજરોજ પોષણ માસની થીમ મુજબ જીલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગરબાડા ઘટક-૨ના નઢેલાવ અને પાટિયા આ ૨ સેજામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી જેમાં વાનગી હરીફાઈ રાખવામાં આવી હતી. કુલ ૪૦ પ્રકારની વાનગી વર્કર બહેનો દ્વારા બનાવવામાં આવી હતી. જેનું નિદર્શન ગરબાડા ઘટક-૨ ના CDPO અને પાપા પગલી, NNM દ્વારા કરીને સારી વાનગી વાળા ૩ વર્કર બહેનોને ૧ થી ૩ નંબર આપીને બિરદાવવામાં આવ્યા હતા અને વર્કરો દ્વારા પોષણ વિશે લોકોમાં જાગરૂકતા લાવવા પોષણ રેલી પણ યોજવામાં આવી જેમાં ગામલોકો એ પણ સહભાગી થયા હતા.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.