બોટાદવાસીઓએ વરસાદ દરમિયાન તળાવો, નહેરો, ઈલેક્ટ્રીક થાંભલા તથા હાઈટેન્શન વાયરની નજીક બિનજરૂરી અવર-જવર કરવી નહિ - At This Time

બોટાદવાસીઓએ વરસાદ દરમિયાન તળાવો, નહેરો, ઈલેક્ટ્રીક થાંભલા તથા હાઈટેન્શન વાયરની નજીક બિનજરૂરી અવર-જવર કરવી નહિ


બોટાદવાસીઓએ વરસાદ દરમિયાન તળાવો, નહેરો, ઈલેક્ટ્રીક થાંભલા તથા હાઈટેન્શન વાયરની નજીક બિનજરૂરી અવર-જવર કરવી નહિ

આકસ્મિક સંજોગોમાં તાલુકાના હેલ્પલાઈન નંબર તથા જિલ્લાના હેલ્પલાઈન નંબર-૦૨૮૪૯ ૨૭૧૩૪૦, ૨૭૧૩૪૧ ઉપર સંપર્ક સાધવો

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાને લઈ સલામતીના હેતુસર બોટાદ જિલ્લાનાં શહેરી વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના સમયગાળા દરમિયાન નદી-નાળા, તળાવ, નહેર, કોઝ-વે, રોડ, ડેમ/ચેકડેમ તરફ અવર-જવર કરવા તેમજ ઈલેક્ટ્રીક થાંભલા તથા હાઈટેન્શન વાયરની નજીક અવર-જવર ન કરવા બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વરસાદ દરમિયાન કૌતુહલવશ તળાવો, નહેરો પર બિનજરૂરી અવર-જવર કરવી નહીં. લીંક રોડ, MDRના ડિપ.ની ચેતવણી ગેજ વગેરે ધ્યાને લઈ સાવચેતી રાખવી તથા બિનજરૂરી અવર-જવરનો પ્રયાસ ન કરવો. આકસ્મિક સંજોગોમાં સંબંધિત તાલુકાના હેલ્પલાઈન નંબર તથા જિલ્લાના હેલ્પલાઈન નંબર-૦૨૮૪૯ ૨૭૧૩૪૦, ૨૭૧૩૪૧ ઉપર સંપર્ક કરવા બોટાદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.