400 ટીપરવાન છતાં કચરો ભેગો કરવામાં દાંડાઈ ફરિયાદોના ઢગલા બાદ માત્ર 24 લાખની પેનલ્ટી - At This Time

400 ટીપરવાન છતાં કચરો ભેગો કરવામાં દાંડાઈ ફરિયાદોના ઢગલા બાદ માત્ર 24 લાખની પેનલ્ટી


વર્ષે 750 ટન કચરો એકઠો કરવા 4 એજન્સી, સેન્ટ્રલ ઝોનમાં બે કોન્ટ્રાક્ટર છતાં સૌથી વધુ ફરિયાદ વોર્ડ નં.13, 14, 17ની સીડીસી, એજન્સીને સૌથી વધુ 11.86 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

રાજકોટ શહેરમાં કચરો એકઠો કરવા માટે દરેક વિસ્તારમાં ટીપરવાન આવે છે. આ પદ્ધતિને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન નામ આપી તે બદલ દર વર્ષે વેરો પણ ઉઘરાવવામાં આવે છે. જોકે આ ટીપરવાનની અનેક બેદરકારીઓ છાશવારે બહાર આવતી હોય છે. ફરિયાદોના ઢગલા થયા બાદ એજન્સીને પેનલ્ટી ફટકારાય છે અને આવી છ મહિના(જુલાઈથી ડિસેમ્બર)ની જ પેનલ્ટીનો આંક ફક્ત 24.73 લાખ થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.