ચાસવડ આશ્રમશાળામાં રૂ.૧.૨૫ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ પ્રાથઁનાખંડ-ભોજનાલયનું લોકાપઁણ - At This Time

ચાસવડ આશ્રમશાળામાં રૂ.૧.૨૫ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ પ્રાથઁનાખંડ-ભોજનાલયનું લોકાપઁણ


ચાસવડ આશ્રમશાળામાં રૂ.૧.૨૫ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ પ્રાથઁનાખંડ-ભોજનાલયનું લોકાપઁણ

કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલીત ચાસવડ આશ્રમશાળામાં નવનિર્મિત શાંતિવષૉ નિકેતન પ્રાથઁનાખંડ અને ભોજનાલયનું લોકાપઁણ એનઆરઆઈ અને મુખ્યદાતા જયવંતભાઇ ભક્તના હસ્તે થયું હતું.

ચાસવડ આશ્રમશાળાના ભુતપુવઁ વિધાર્થી અને વિદેશમાં સ્થાયી થયેલા નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના આશ્રમશાળાના વિધાર્થીઓ માટે રૂપિયા એક કરોડનું દાન આપતા અધ્યયન પ્રાથઁનાખંડ અને ભોજનાલયનું નિમૉણ થયું છે.ઉતરાયણ પવઁના દિવસે શાંતિવષૉ પ્રાથઁનાખંડ અને ભોજનાલયનો લોકાપઁણ સમારોહ ચાસવડ આશ્રમશાળા ખાતે યોજાયો હતો.જેમાં મુખ્યદાતા જયવંતભાઇ ભક્ત,તેમના ધમઁપત્ની વષૉબેન ભક્ત સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયા,ટ્રસ્ટી જીગ્નેશભાઇ જાની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.પ્રાથઁનાખંડ અને ભોજનાલયને મુખ્યદાતા જયવંતભાઇ ભક્તે ખુલ્લો મુક્યો હતો.

આ અવસરે જયવંતભાઇ ભક્તે રામાયણની ચોપાઇઓના માધ્યમથી કમઁના સિદ્ધાંતને સમજાવ્યો હતો.જ્યારે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીયાએ સંસ્થાનો પરીચય આપવા સાથે વિધાર્થીઓ અને વનવાસી વિસ્તારની મહિલાઓ માટે ચાલતા સ્ત્રી સશક્તિકરણ અગે વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે કુસુમબેન ભક્ત રૂ.૧૦ લાખ,દિનેશભાઇ ભક્ત-સુરેશભાઇ ભક્તે રૂ.૧-૧ લાખ દાન આપી શિક્ષણ માટેના દાનના મહિમાને સાથઁક કયૉ હતો.

ઉલ્લેખનીય છે કે,કસ્તુરબા મરોલીનો શુભારંભ મહાત્મા ગાંધીએ કરાવ્યો હતો.જેના પ્રથમ પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ રહી ચુક્યા છે.પારસી પરીલારની વૈભવી જીંદગી છોડી ગાંધીજીના ઇશારે પોતાનું જીવન જન સેવામાં સમપિઁત કરનાર મીઠુબેન પિટિટ અને ગુજરાત વિધાનસભાના પહેલા અધ્યક્ષ કલ્યાણજીભાઇ મહેતાએ માવજાત કરી આદિવાસી વિસ્તારમાં ચાર આશ્રમશાળાઓનું નિમૉણ કયુઁ હતું.જેમાં ચાસવડ આશ્રમશાળા ભારતની પ્રથમ સરકારી આશ્રમ ગણાય છે.ગુજરાત સરકારના પુવઁમંત્રી ખુમાનસિંહ વાંસીયાએ મેનેજિંગ ટ્રસ્ટી તરીકેનો કાયઁભાર સંભાળ્યા બાદ તેના વિકાસને વેગ મળ્યો છે.ખુમાનસિંહ વાંસીયાના પ્રયાસોથી કસ્તુરબા સેવાશ્રમ મરોલીની ચારેય આશ્રમશાળાઓ એક રોલ મોડલ બની છે.જેમાં શાળાના જ ભુતપૂર્વ વિધાર્થી જયવંતભાઇ ભક્તના અનુદાનથી ચાસવડ આશ્રમશાળામાં શાંતિવષૉ પ્રાથઁનાખંડ અને ભોજનાલયનું રૂ.૧.૨૫ કરોડના ખચઁ નિમૉણ થતાં કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલીત ચાસવડ આશ્રમશાળામાં વિકાસમાં એક નવું સુવઁણપુચ્છ ઉમેરાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.