વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા આઇ ખેડૂત પોર્ટલખુલ્લુ મુકવામાં આવ્યું - At This Time

વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા આઇ ખેડૂત પોર્ટલખુલ્લુ મુકવામાં આવ્યું


*વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું*
****************
*ડ્રેગન ફ્રુટ સહાય માટેના ફોર્મ આગામી ૮ ઑગસ્ટના રોજ ખુલ્લા મુકાશે*
***************
સાબરકાંઠા જીલ્લાના ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા પાથરણા/લારીવાળા લાભાર્થીઓને તેમના ફળ અને શાકભાજી બગાડ અટકાવવા માટે નાના વેચાણકારો તેમજ ખેડૂતોને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવાની યોજના અમલમાં છે. આ યોજનામા અરજી કરવા માટે આઇ ખેડુત પોર્ટલ તા. ૧૬/૦૭/૨૦૨૨ થી ખુલ્લુ મુકવામાં આવેલ છે..તેમજ બાગાયત ખાતાની કમલમ ફ્રુટ( ડ્રેગન ફ્રુટ) એક હેકટર વિસ્તાર માટે મહત્તમ ૩.૦૦ લાખ સહાય માટેની નવીન યોજનામાં પણ અમલમાં મુકવામાં આવેલ છે જેમાં અરજી કરવા માટે આઇખેડુત પોર્ટલ તા.૦૮/૦૮/૨૦૨૨ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
તેમજ ફળ પાક વાવેતર કરવા માગતા ખેડૂત ખાતેદાર/FPO/FPC/સહકારી મંડળીના સભાસદો/ખેતીલાયક જમીન ધારણ કરેલ રજીસ્ટર ટ્રસ્ટ માટે નવીન યોજના “કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ”સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામા આવેલ છે. જેમા ૨ હે. થી ૫૦ હે. સુધીના વાવેતર સાથે અરજદારે વિવિધ ઘટકો જેવા કે ૧) બહુ વર્ષાયુ ફળપાક વાવેતર માટે યુનિટ કોસ્ટ રૂ. ૬૦.૦૦ લાખની ખર્ચ મર્યાદામા વાવેતરકરવાનુ રહેશે. ૨) પિયતના સાધનો યુનિટ કોસ્ટ રૂ.૨.૫૦ લાખની ખર્ચ મર્યાદામાં નવીન સગવડ ઉભી કરવાની રહેશે ૩) બાગાયત યાંત્રીકરણ યુનિટ કોસ્ટ રૂ. ૧૫.૦૦ લાખની મર્યાદામાં વસાવવાની રહેશે ૪) બાગાયત માળખાકીય સુવિધાઓ પેક હાઉસ, લેબર રૂમ માટે યુનિટ કોસ્ટ રૂ.૧૦.૦૦ લાખની મર્યાદામાં ઉભીકરી શકશે ૫) વર્મી કમ્પોસ્ટ યુનિટ રૂ.૪.૨૦ લાખની મર્યાદામાં બનાવી શકશે ૬) GAP CERTIFICATIONરજીસ્ટ્રેશન રૂ. ૩.૦૦ લાખની મર્યાદામાં કરાવી શકશે ૭) પ્લાસ્ટીક મલ્ચીગ આવરણ યુનિટ કોસ્ટ રૂ.૫.૩૦લાખની મર્યાદામાં માટેની જોગવાઇ થયેલ છે. સદર યોજના પ્રોજેક્ટ બેઝ હોઇ તેની વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવો. આમ ઉપરોક્ત તમામ યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રી કચેરી, ભોયતળીયે, બ્લોક-સી, જીલ્લાસેવા સદન, હિંમતનગર, જિ. સાં.કા. ખાતે પહોચતા કરવા જણાવવામાં આવે છે.વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, હિંમતનગર, જિ.સાં.કા, ફોન નં.: ૦૨૭૭૨૨૪૩૦૨૨ ખાતે સંપર્ક કરવો. એમ બાગાયત કચેરી,હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.