જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમો ઓવરફ્લો - At This Time

જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમો ઓવરફ્લો


જૂનાગઢને પીવાનું પાણી પૂરું પાડતો આણંદપુર ડેમો ઓવરફ્લો

નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ

જૂનાગઢ શહેર તેમજ નજીકના અન્ય ગામોને પીવાના પાણીનો મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતા આણંદપુર ડેમમાં ભારે વરસાદને પગલે ઓવરફ્લો થતાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

હાલમાં ભારે વરસાદના પગલે વિયર આણંદપુર ડેમ ઓવરફલો અફાટ જળરાશી વહી રહી છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં આણંદપુર, રાયપુર, સુખપુર અને નાગલપુરનો સમાવેશ થાય છે. આ સાથે તંત્ર દ્વારા નદી પટમાં કોઈએ અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખની છે કે, જૂનાગઢ શહેરના મેયર ગીતાબેન પરમાર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ આણંદપુર ડેમની મુલાકાત લઈને નવા નીરના વધામણા કર્યા હતા.

નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયા

જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ વહેતા જળ પ્રવાહને નિહાળવા લોકો પણ ઉમટી પડ્યાં હતા. છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે વરસાદના પગલે નરસિંહ મહેતા તળાવમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે
.
રિપોર્ટ માહિતી બ્યુરો
અસ્વિનભાઈ સરધારા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.