ગુજરાતનું ગૌરવ ઇન્ટરનેશનલ હેન્ડબોલ ખેલાડી દયાબૅન ઝાપડીયાને ” પાંચાળ ગૌરવ એવોર્ડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/21nxcnluneswddcy/" left="-10"]

ગુજરાતનું ગૌરવ ઇન્ટરનેશનલ હેન્ડબોલ ખેલાડી દયાબૅન ઝાપડીયાને ” પાંચાળ ગૌરવ એવોર્ડ


ગુજરાતનું ગૌરવ ઇન્ટરનેશનલ હેન્ડબોલ ખેલાડી દયાબૅન ઝાપડીયાને " પાંચાળ ગૌરવ એવોર્ડ " પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી અને પૂર્વં ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલના વરદ હસ્તે એનાયત કરાયો.પાંચાળ પ્રદેશના ગૌરવ સમા વિંછીયા તાલુકાના વેરાવળ (ભડલી ) ગામની કોળી સમાજની પ્રતિભાશાળી દિકરી દયાબેન કાનજીભાઈ ઝાપડીયાએ ઇન્ટરનેશનલ હેન્ડબોલ સ્પર્ધામા ભાગ લઈ શાળા કુટુંબ ગામ સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ વધારેલ જેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમા લઈ એવોર્ડ એનાયત કરાયો હતો,દયાબૅન ઝાપડીયાની બૅન આશા ઝાપડીયાએ એથ્લેન્ટિક સ્પર્ધામા ભાગ લઈ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ તેમજ ખેલ મહાકુંભ 21/22 મા ભાવનગર ખાતે યોજાયેલ ઝુડો સ્પર્ધામા વેરાવળ (ભડલી ) ગામની બન્ને સગી બહેનો રાજલબૅન સરવૈયાં અને દિવ્યાબૅન સરવૈયાંએ ભાગ લીધેલ જેમાં બન્ને દિકરીઓએ ગોલ્ડ મેડલ મેળવેલ અને સેજલબૅન સુરેશભાઈ ઝાપડીયાએ કુસ્તિ સ્પર્ધામા ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ,તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થી ભાઈ બહેનોનું આજે શ્રાવણ માસના પવિત્ર તહેવાર સાતમના દિવસે કાળકા માતાજીના સાનિધ્યમાં ગ્રામજનો વડીલો આગેવાનોની ઉપસ્થિતીમા સન્માનીત કરેલ તેમજ વેરાવળ ગામની દીકરી પ્રિયંકાબૅન ઝાપડીયા અને ઉમાબૅન ઝાપડીયાએ હેન્ડબોલ સ્પર્ધામા ગોલ્ડ મેડલ મેળવી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી ગૌરવ વધારવા બદલ શુભેચ્છાઓ પાઠવેલ કાર્યક્રમમા પૂર્વં ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ જિલ્લા પંચાયત પ્રતિનીધિ અમરશીભાઈ ચૌહાણ સરપંચ પ્રતિનિધિ જયંતીભાઈ ગોહેલ પૂર્વ સરપંચ નાગરભાઈ વેદાણી પૂર્વ સરપંચ નાગરભાઈ ઝાપડિયા બાબુભાઇ ઝાપડીયા જોરૂભાઇ આહલગામાં ઉપ સરપંચ શામજીભાઈ સરવૈયાં ચતુરભાઈ ઝાપડીયા હનુભાઈ કાગડીયા તેમજ હાજર ઉપસ્થિત વડીલો વાઘાદાદા - રામાદાદા - ધનાદાદા - રાઘવદાદા વગેરે ગ્રામજનો હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત પાંચાળ વિકાસ બોર્ડ અને વિછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઇ વાલાણીએ રચનાત્મક અને સર્જનાત્મક કૃતિઓને વરેલ અને અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરનાર વેરાવળ ગામના તેજસ્વી તારલાઓને તેમના ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી અને ઉપસ્થિત ગ્રામજનોનો આ તકે હૃદયપૂર્વક આભાર માન્યો હતો

અશરફ મીરાસૈયદ ‌વિછીયા મો 9723562786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]