રાજકોટની 438 મિલકતને જોખમી જાહેર કરી નોટિસ ફટકારનાર મનપાનું મુખ્ય ફાયર સ્ટેશન જ જર્જરિત - At This Time

રાજકોટની 438 મિલકતને જોખમી જાહેર કરી નોટિસ ફટકારનાર મનપાનું મુખ્ય ફાયર સ્ટેશન જ જર્જરિત


કરોડો રૂપિયા તાયફાઓમાં ખર્ચી નાખતા શાસકોએ ફાયર સ્ટેશન માટે 2.5 કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માગી હાથ ઉંચા કરી દીધા

ધરતીકંપ કે કુદરતી આફત આવે તો રેસ્ક્યૂ માટે દોડનારા જવાનોની કચેરીમાં જ બચાવ કામગીરી કરવી પડે તેવી દહેશત

મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ચોકમાંથી જ ઝગમગે છે પણ તેની પાછળ દાયકા જૂની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે અને તેમાં રાજકોટનું મુખ્ય ફાયર સ્ટેશન કાર્યરત છે જે એટલું ખખડધજ થયું છે કે ફાયર જવાનો પર જોખમ ઝળુંબે છે. સેન્ટ્રલ ઝોન ફાયર સ્ટેશન મનપાની સ્થાપનાકાળ સમયે બનાવાયેલું છે. ત્યારબાદથી મનપાની તમામ ઝોન કચેરીઓના નવીનીકરણ થઈ ગયા પણ ફાયર સ્ટેશન હજુ તેમનું તેમ જ છે આ કારણે હવે બાંધકામ જર્જરિત થયું છે. છતના કટાઈ ગયેલા સળિયા બહાર આવી ગયા છે અને દીવાલોમાં મસમોટી તિરાડો પડી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.