જસદણમાં આંગણવાડી બહેનોએ તા : ૪ થી ૫ ફેબ્રુઆરી કાળો દિવસ ઉજવી બજેટની હોળી કરી - At This Time

જસદણમાં આંગણવાડી બહેનોએ તા : ૪ થી ૫ ફેબ્રુઆરી કાળો દિવસ ઉજવી બજેટની હોળી કરી


કેન્દ્રીય નાણા મંત્રી ધ્વારા રજુ કરાયેલ વચગાળાના-કેન્દ્રીય બજેટથી દેશ અને ગુજરાતના લાખ્ખો આંગણવાડી વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો ભારે નીરાશ થઈ છે. રોષ ઉભો થયો છે. તેમ સીટ સંકલીત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસ બેન રોહીત, ઉપપ્રમુખ નસીમબેન મકરાણી અને રેજનબેન સંધાણી અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનનાં મહામંત્રી અશોક સોમપુરા, ઉપપ્રમુખહસુમતી પરમારે અખબારી યાદીમાં જણાવેલ કે મહિલા અને બાળ વિકાસ અને આરોગ્ય વિભાગ તળેની કેન્દ્ર સરકારની અતિ મહત્વની સેવા બજાવતી યોજના હોવાં છતાં, ૨૦૧૯ ની ચૂંટણી પૂર્વે ૨૦૧૮ માં ૨૭ લાખ આંગણવાડી અને ૧૪ લાખ આશા વર્કર- ફેસીલીએટરના માનદ વેતનમા તથા વળતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાત માં વધારો જાહેર કર્યા બાદ, પાંચ વર્ષ બાદ પણ માનદ વેતનમાં કેન્દ્ર સરકારે કોઈજ વધારો જાહેર કરેલ નથી. જયારે કોરોના કાળમાં તથા કુપોષણ સામેની સેવામાં ખૂદ વડાપ્રધાને જાહેરમાં પ્રશંસા કરી છે. અને કામના બોજામાં જબ્બર વધારો કર્યો છે. દેશના ઈતિહાસમાં ખુદ વડાપધાન અને મહિલા બાળ વિકાસ મંત્રી તથા આરોગ્ય મંત્રીની પાંચ વર્ષની ટર્મ કંઈ પણ આપ્યા વિના પૂર્ણ થશે. લાખ્ખો બહેનોને ખાલી હાથ રાખ્યા છે. આંગણવાડી વર્કર-હેલ્પર તથા આશા વર્કર- ફેસીલીએટર બહેનોને આ સરકાર પાસે ધણી બધી આશાઓ રાખી હતી જેથી આ બહેનોમાં ખૂબજ હતાશા નિરાશા-રોષ ઉભો થયો છે. લાખ્ખો આંગણવાડી બહેનો તથા આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને લાંબા સમયથી સેવા ને કારણે કાયમી કરવા, સરકારી નોકરીયાતને મળતું લઘુતમ વેતન આપવા, પેન્શન, ગ્રેચ્યુઈટી આપવા, ઈએસ.આઈ. તથા પ્રોવીડંન્ટ ફંડ યોજનાનો લાભ આપવા, પ્રમોશનમાં વય મર્યાદા દુર કરવા, નિવૃતિ વય મર્યાદા દેશભરમાં સરખી રાખવા તથા પોષણ ટ્રેકરનું કામ (મોબાઈલ) ઓછુ કરવા માંગણી માટે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા કેન્દ્ર તથા રાજય સરકારોને સ્કીમ વર્કર (આંગણવાડી - આશા- મધ્યાન્હ ભોજન) ની સર્વિસ કન્ડીશન સુધારવા આદેશ આપેલ છે. તથા ૪૨ - ૪૩ મી સરકાર ધ્વારા યોજાતી લેબર કોન્ફરન્સે પણ સ્કીમ વર્કરને રેગ્યુલાઈઝ કરવા ભલામણ કરેલ છે. ત્યારે જસદણ તાલુકાની આંગણવાડી ની બહેનોએ કેન્દ્રીય બજેટને કાળુ બજેટ ગણાવી તા : ૪ - ૫- ફેબ્રુઆરી નાં રોજ ગુજરાતમાં કાળો દિવસ તરીકે કાળા કપડા પહેરી દેખાવો યોજી બજેટની હોળી કરી હતી.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.