ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુકિંગ શુક્રવારથી શરૂ કરાશે - At This Time

ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુકિંગ શુક્રવારથી શરૂ કરાશે


ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુકિંગ શુક્રવારથી શરૂ કરાશે

ભાવનગરના માનનીયા સાંસદ ડો. ભારતીબેન ડી. શિયાળના અથાક પ્રયાસો અને મુસાફરોની માંગણીને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે ભાવનગર ટર્મિનસથી હરિદ્વાર સુધી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. ભાવનગર ડીવીઝનના ડીવીઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના માર્ગદર્શન હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર સુધી 04 સપ્ટેમ્બર, 2023થી દર સોમવારે ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન ચાલશે. માનનીયા સંસદસભ્ય ડૉ. ભારતીબેન ડી. શિયાલ સોમવારે હરિદ્વાર ટ્રેન (09271)ને લીલી ઝંડી આપશે. પ્રથમ ટ્રીપ માટે ભાવનગર-હરિદ્વાર ટ્રેનનો નંબર 09271 રહેશે.

રિપોર્ટ અસરફ જાંગડ
મો.9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.