માળિયા હાટીના તાલુકા કક્ષાએ સમસ્ત અનુસૂચિત જાતિ દ્રારા કાર્યાલયનુ ઓપનિંગ કરવામા આવ્યું - At This Time

માળિયા હાટીના તાલુકા કક્ષાએ સમસ્ત અનુસૂચિત જાતિ દ્રારા કાર્યાલયનુ ઓપનિંગ કરવામા આવ્યું


માળીયા હાટીના તાલુકાના આગેવાનો દ્રારા સમસ્ત માળીયા હાટીના તાલુકા અનુસૂચિત જાતિ સમાજ દ્રારા ઓફિસ નુ ઓપનિંગ કરવામા આવ્યું માળિયા હાટીના તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના કોઈ પણ પ્રશ્નો હોય અથવા તો સમાજના નવા કાર્યક્રમ હોય તેના અનુસંધાને આજે માળીયા હાટીના તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો દ્રારા અનુસૂચિત જાતિ સહાયતા કેન્દ્રનુ ઓપનિંગ કરવામા આવ્યું

આ તકે માળીયા હાટીના તાલુકાના અનુસૂચિત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આગામી તારીખ 14 જાન્યુઆરીએ માળીયા હાટીના ખાતે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્રારા માળીયા હાટીના ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે 4 કલાકે મીટીંગ યોજાશે જેમા સમાજના વ્યક્તિઓએ ઉપસ્થિત રહેવા આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.