રાજકોટ ગોંડલ મોટી મોણપરી st બસ બંધ થતા વિદ્યાર્થી અને મુસાફરો પરેશાન - At This Time

રાજકોટ ગોંડલ મોટી મોણપરી st બસ બંધ થતા વિદ્યાર્થી અને મુસાફરો પરેશાન


રાજકોટ ગોંડલ મોટી મોણપરી st બસ બંધ થતા વિદ્યાર્થી અને મુસાફરો પરેશાન

રાજકોટ થી 8:30 થી ઉપડતી રાજકોટ ગોંડલ મોટી મોણપરી st બસ ઘણા સમયથી આવતી ના હોવાને કારણે મુસાફરો હાલ ભારે હાલાકી અનુભવી રહ્યા છે. આ બસ રાજકોટથી લોકલ હોવાથી સામાન્ય લોકો માંટે ખાસ લાભદાયક હતી. અને સુપસિદ્ધ ધાર્મિક સ્થળ પરબ ધામ પણ આ બસના રૂટમાં આવતું હોવાથી ધર્મપ્રેમી જનતા માટે પણ ઉપયોગી છે. છેલ્લા કેટલાક સમયથી કોઈપણ કારણોસર આ st બસ આવતી નથી. બપોરના 12:45 મિનિટે આ બસ પરત મોટી મોણપરી ગોંડલ રાજકોટ જતી હોય તેમાં પણ લોકલ હોવાને કારણે લોકો આ બસનો ઉપયોગ વધારે કરે છે. ખાસ અત્યારે કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલુ છે જેનો સમય 2:00 નો છે ત્યારે, આ st બસ વિદ્યાર્થી માટે પણ ખુબ લાભદાયી છે. અને રાજકોટથી લઈ મોટી મોણપરી સુધી અસંખ્ય લોકો આ બસમાં મુસાફરી કરે છે. ત્યારે અચાનક આ બસ બંધ થતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વિશેષમા આ રૂટની બસ સત્વરે ચાલુ થઇ તેવી લોક માંગણી ઉઠી રહી છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.