રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજના 23મો સમૂહ લગ્ન યોજાયો: સમાજના 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં... - At This Time

રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજના 23મો સમૂહ લગ્ન યોજાયો: સમાજના 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં…


રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજના 23મો સમૂહ લગ્ન યોજાયો: સમાજના 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં...

*ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં અધ્યક્ષ સ્થાને 23મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો...*

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજના 23મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સ્થાને 23મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો અને ચૌધરી આંજણા સમાજના 21 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. રાધનપુર ખાતે અખિલ આંજણા ચૌધરી કેળવણી મંડળ રાધનપુર દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નાં અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરાયું હતું.જેમાં ખૂબ મોટી સંખ્યામાં સમાજના લોકો અગ્રણીઓ અને સાધુ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાધનપુર ખાતે આવેલ આદર્શ વિદ્યાલય સંકુલ ખાતે ચૌધરી સમાજ ના ભવ્ય સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાધનપુર ખાતે સમૂહ લગ્નોત્સવ નિમિતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડતા 21 યુગલોને આશીર્વાદ આપ્યા હતા.તેમજ આવેલ સમાજના લોકો સમક્ષ લગ્નોત્સવ નિમિતે પોતાનું પ્રવચન પણ આપ્યું હતું.

ચૌધરી આંજણા સમાજના પ્રમુખ જેસંગભાઈ રામાભાઈ ચૌધરીનાં અઘ્યક્ષ સ્થાને ભવ્ય લગ્નોત્સવ નું રાધનપુર ખાતે આવેલ આદર્શ વિદ્યાલય ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજ ના કારોબારી સભ્યો પ્રમુખ મંત્રી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ચૌધરી આંજણા સમાજના લોકો શુભ પ્રસંગએ હાજરી આપી હતી.તો પ્રસંગે આવેલા સાધુ સંતો મહંતો અને સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત વિધાન સભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું અને સમાજના વરિષ્ઠ અગ્રણીઓ સમુહ લગ્નોત્સવ નિમિતે હાજર રહ્યા હતા અને સમાજના યુગલો પ્રભુતામાં પગલાં પાડતા નવ યુગલો ને આશીર્વાદ આપ્યા હતા.આંજણા ચૌધરી સમાજના 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં અને સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત વિધાન સભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ નવ દંપતીઓને આશીર્વાદ આપી સમાજને લગ્નોત્સવ નિમિતે પ્રવચન આપ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.