રાજકોટમાં જિલ્લામાં 1250 બુથોનું વેબ કાસ્ટીંગ થશે, ફેક ન્યૂઝ કે મેસેજ પર મોનિટરિંગ માટે ખાસ ટીમની રચના - At This Time

રાજકોટમાં જિલ્લામાં 1250 બુથોનું વેબ કાસ્ટીંગ થશે, ફેક ન્યૂઝ કે મેસેજ પર મોનિટરિંગ માટે ખાસ ટીમની રચના


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરું થતાની સાથે જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ શરું કરી દેવામાં આવી છે. ચૂંટણી તૈયારીઓમાં કોઇ કચાશ ન રહે તે માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ખાસ ચોક્કસાઈ દાખવવામાં આવી રહી છે. આ અંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 906 જેટલાં મતદાન મથકો સંવેદનશીલ છે. આ મતદાન મથકો ઉપર વિશેષ પોલીસ બંદોબસ્ત મૂકી દેખરેખ રાખવામાં આવશે. જિલ્લામાં 1250 બુથોનું વેબ કાસ્ટિંગ થશે અને ફેક ન્યૂઝ કે મેસેજ પર મોનિટરિંગ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.