મીઠાપુર પ્રાથમીક શાળામાં 74માં ગણતંત્ર દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી

મીઠાપુર પ્રાથમીક શાળામાં 74માં ગણતંત્ર દિવસની ધામધુમથી ઉજવણી કરવામાં આવી


બાવળા તાલુકાના મીઠાપુર પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી
બાળકોમાં એટલો ઉત્સાહ હતો કે પોતાના ગાલ પર રાષ્ટ્ર ધ્વજ ના ટેટુ બનાવેલ
ગોહિલ તારાબેન પીએસઆઇ હસ્તક રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો હતો
રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રગીત ગાઈ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
દેશભક્તિ અભિનય નાટક અલગ અલગ સાંસ્કૃતિ કાર્યક્રમ નાના નાના ભૂલકાઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા
આ શાળામાં ભણી અને નોકરી મેળવેલ તારાબેન ગોહિલ પીએસઆઇ તથા ભાવુ બેન ભડીયાદરા કોન્સ્ટેબલ નું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં સરપંચ, ઉપસરપંચ, ડેલીગેટ,માજી ડેલીગેટ, નિવૃત શિક્ષિક દલપતભાઈ શાળા નો સ્ટાફ, ગ્રામજનો હાજર રહ્યા હતા
અને છેલ્લે મીઠાઈ વહેચીને છુટા પડ્યા હતા

રિપોર્ટર મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »