જસદણમાં ક્રિકેટ મેચમાં આઇ.ડી. દ્વારા સટ્ટો રમતા જડપાયો - At This Time

જસદણમાં ક્રિકેટ મેચમાં આઇ.ડી. દ્વારા સટ્ટો રમતા જડપાયો


જસદણમાં ક્રિકેટ મેચમાં આઇ.ડી. દ્વારા સટ્ટો રમતા જડપાયો

જસદણ, નવા બસ સ્ટેશનની બાજુમાં, ક્રિષ્ના કોમ્પલેક્ષની પાસે જાહેરમાં મોબાઇલ ફોનમાંની આઇ.ડી. દ્વારા ઇન્ડીયા તથા ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી ટી-૨૦ ક્રિકેટ મેચ નું મોબાઇલમાં લાઇવ પ્રસારણ નો સ્કોર જોઇ મોબાઇલ ફોનમાં આઇ.ડી. દ્વારા ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમી તથા તેમજ જુગાર રમવા માટેની આઇ.ડી. લઇ પૈસાની હારજીત કરી જુગાર રમતા રેઇડ દરમ્યાન અમીનભાઇ ઉર્ફે ધમો ઇકબાલભાઇ ઇસાણી જાતે- મેમણ ઉ.વ. ૪૦ રહે- જસદણ, સરકારી દવાખાના પાસે, ખાટકી ચોક ખાતે રહેતો ઈસમ રોકડ તથા એક મોબાઇલ સહિત કુલ રૂ. ૧૦,૫૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહિ કરેલ. તેમજ અસલમભાઇ ઉર્ફે મુન્નાભાઇ સતારભાઇ પરીયાણી રહે- જસદણ, ખાટકી ચોક ખાતે રહેતો ઈસમ પકડવાનો બાકી રહેતા આગળની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.