સોજા હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. - At This Time

સોજા હાઈસ્કૂલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા "શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા" ના ઉપક્રમે આજરોજ ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી સોજા કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી ડાહ્યાભાઈ ચતુરદાસ પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્માર્ટ ક્લાસના દાતાશ્રીઓ સર્વેશ્રી અ. નિ. શ્રીમતી ચંપાબેન અંબાલાલ સુથાર, અ. નિ. શ્રીમતી કાન્તાબેન અમરતભાઈ મોદી, અ. નિ. શ્રીમતી રઈબેન ગાંડાભાઈ પટેલ, અ. નિ. શ્રીમતી કંકુબેન મંગળદાસ પટેલ, અ. નિ. લક્ષ્મીબા દિલાવરસિંહ ચાવડા (વરસોડા) અને શ્રીમાન વિજયસિંહ ગોવિંદસિંહ રાઓલ(રંગપુર) વગેરેને જાહેર મંચ પર સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ધોરણ ૧ થી ૧૨ ના તેજસ્વી તારલાઓ સમાન પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર અધ્યેતાઓને ઈનામ-પુરસ્કારથી અભિવાદિત કરવામાં આવ્યા હતા.
કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ અને ગામની વિવિધ સહકારી સંસ્થાઓના સદસ્યશ્રીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશદાઝ જન્માવતાં શૌર્ય ગીતો-કાવ્યો-પ્રસંગોનું ગાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ એકંદરે ખૂબ જ સુંદર, આકર્ષક, પ્રભાવી, પ્રેરણાદાયી, અનુકરણીય અને ઉત્સાહપ્રેરક બની રહ્યો હતો એમ એક અખબારી યાદીમાં શાળાના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિ જણાવે છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.