મુળી વઢવાણ ધાંગધ્રા તાલુકાનાં ગામોમાં નર્મદા નાં નીર માટે મળી સૈધ્ધાંતિક મંજૂરી - At This Time

મુળી વઢવાણ ધાંગધ્રા તાલુકાનાં ગામોમાં નર્મદા નાં નીર માટે મળી સૈધ્ધાંતિક મંજૂરી


*મુળી ધાંગધ્રા વઢવાણ તાલુકાના ગામોને સૌની યોજના થકી પાણી આપવા માટે મળી સૈધ્ધાંતિક મંજૂરી*

*ખેડૂત આગેવાન ગણપત ભાઈ પટેલે લોલીપોપ ગણાવી*

મુળી વઢવાણ ધાંગધ્રા તાલુકાનાં ખેડૂતો ઘણા સમયથી નર્મદા નાં નીર માટે આંદોલન કરી રહ્યા હતા જેમાં છેલ્લા પાંચ વર્ષથી મુખ્યમંત્રી સુધી સતત રજુઆત કરવામાં આવી હતી તેમાં નર્મદા વિભાગ દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે માટે ખેડૂતો માં હરખની હેલી જોવા મળી હતી આ આંદોલન સમિતિ માં ખેડૂત આગેવાનો પાલભાઈ આંબલીયા,સાગરભાઈ રબારી, રતનસિંહ ડોડીયા,જે.કે.પટેલ ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા અને તમામ ગામોના સરપંચો સહિત દુધ‌ઈ વડવાળા મંદિર મહંત શ્રી રામબાપુ , રાજુભાઈ કરપડા, રામકુભાઈ કરપડા, વગેરે એ ખેડૂતો ને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ સરકાર માં રજુઆત કરવામાં આવેલ ત્યારે હાલ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવતાં જગતતાત ને નર્મદા નાં નીર ની આશા બંધાઈ છે ત્યારે મુળી તાલુકાનાં પાંડવરા,ટીકર,દિગસર,સરા,જેપર,સરલા, કળમાદ, દુધઈ, કુંતલ પુર,લીયા,દાણાવાડા,એમ કુલ ૧૧ ગામ સહિત અન્ય તાલુકાનાં કુલ ૩૧ ગામોમાં નર્મદા નાં નીર પહોંચશે
ખેડૂત આગેવાન ગણપત ભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું કે હજું આ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે અને હજું ટેકનિકલ મંજૂરી એનો અંદાજ ખર્ચ બાદ બજેટ માં મંજૂરી આપવામાં આવે ત્યારે જ બરાબર ગણાય આવી સૈધ્ધાંતિક મંજૂરી કચ્છ જિલ્લામાં સરકાર દ્વારા પાંચ થી વધું વખત આપવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે અમો આ મંજુરી એક લોલીપોપ સમાન જ ગણીએ છીએ કારણ કે બજેટ સમયે સરકાર નવી હશે ત્યારે જે મંજૂરી મળે બાદ જ ખેડૂતો આંદોલન સમિતિ લડત બંધ કરવામાં આવશે હાલ આ રીતે ખેડૂતો ને ચુંટણી લક્ષી આશ્વાસન આપ્યું હોય તેમ જણાવ્યું હતું

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.