બાલાસિનોર નગર અને તાલુકામાં બૂટલેગરો બેફામ બન્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0mwibuosn4fiww2u/" left="-10"]

બાલાસિનોર નગર અને તાલુકામાં બૂટલેગરો બેફામ બન્યા


બાલાસિનોર નગર અને તાલુકામાં બૂટલેગરો બેફામ બન્યા

બાલાસિનોર પોલીસ ઇન્સ્પેકટર પર કાર ચઢાવાનો પ્રયાસ કરી ઈજા પોહચાડી નાસી છૂટેલા ૪ ઈસમો સામે ફરિયાદ નોંધાઈ

અગાઉ પર આ બૂટલેગરોએ મલેકપુર ચોકડી ખાતે તોફાન કરી વેપારીઓને ડરાવ્યા હતા

બાલાસિનોર નગર વિસ્તારમાં આવેલા કે.એમ.જી હોસ્પિટલ પાસે હોળીના દિવસે રાત્રીના સમયે પોલીસ ઇન્સ્પેકટર પેટ્રોલીંગમાં હતા તે સમયે હોસ્પિટલ પાસે ઝગડો થવાની વાત મળતા ઘટના સ્થળે પોહચ્યા હતા ત્યાં બુટલેગર મનીષ મહેરા અને વિક્રમ માલીવાડ દ્વારા પોલીસ ઇન્સ્પેકટર અંશુમન નિનામા પર કાર ચઢાવવાનો પ્રયાસ કરી જાનહાનિ પોહચાડતા ચાર ઈસમો સામે ખુદ પોલીસ ઇન્સ્પેકટરે પોતાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર ટાઉન પોલીસ ઇન્સ્પેકટર અંશુમન નિનામા અને દિનેશભાઇ કોન્સ્ટેબલ બાલાસિનોર ટાઉન વિસ્તારમાં ૨૪ માર્ચના રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન આશરે સાડા અગિયારેક વાગ્યાના રાજપુરી દરવાજા નજીક પેટ્રોલીંગ કરતા હતા તે વખતે પી.આઇના મોબાઇલે ફોન ઉપર ડખરીયા ગામના પ્રીતેશભાઈ નાઓનો ફોન આવેલ અને જણાવેલ કે હુ કે.એમ જી હોસ્પીટલ પાસે મારા મિત્રો જીગ્નેશકુમાર રમેશભાઇ ઝાલા તથા અલ્પેશકુમાર અનોપસિંહ ઝાલા નાઓ ઉભા છીએ અને કંથરજીના મુવાડા ગામના મનિષભાઈ જગદીશભાઈ મહેરા તથા અન્ય ત્રણેક જણા એક સફેદ કલરની ક્રેટા ગાડી લઈ અમારી પાસે આવી અમારી સાથે ઝગડો કરી ગમે તેમ ગાળો બોલી માર મારે છે તેવી હકીકત જણાવતા અમો રાજપુરી દરવાજા થી નિકળી કે.એમ.જી હોસ્પીટલ આગળ ગયેલા તે વખતે એક સફેદ કલરની ક્રેટા ગાડી પડેલ હતી જેમાં મનિષભાઇ જગદીશભાઇ મહેરાનાઓ પ્રીતેશભાઈ નાઓને તથા તેની સાથેના મિત્રોને માર મારતા હતા જેથી હુ તથા પો.કોન્સ દિનેશભાઇ નાઓ અમારી ગાડી માંથી નીચે ઉતરેલ અને તેઓને રોકવા તેમજ છુટા પાડતા હતા તે વખતે આ મનિષભાઇ નાઓએ તેની ગાડી માંથી લાકડી લઇ આવી પ્રીતેશભાઇ નાઓને મારવા જતા તેઓના મિત્ર અલ્પેશકુમાર ઝાલા નાઓ વચ્ચે પડતા અલ્પેશભાઇ નાઓને જમણા હાથે કાડા નજીક વાગતા ઇજા થયેલ હતી. આ વખતે અમો મનિષ ના હાથમાંની લાકડી લેવા જતા મનિષે તેના હાથમાંની લાકડી વડે અમારી ઉપર હુમલો કરી મને ડાબા હાથના બાવળાના ભાગે તથા ડાબા હાથના અંગુઠાના ભાગે ઉપરા ઉપરી ફટકા મારી દઇ મને ડાબા હાથે બાવળાના ભાગે તથા અંગુઠાના ભાગે ઇજા કરેલ તેમજ તેની સાથેના બીજા માણસોએ પણ અમોને ધકાધકી કરી માર મારવા લાગેલ આ વખતે અન્ય બજારના માણસો આવી જતા આ મનિષભાઇ તથા તેના માણસો ગાડી લઇ નાસી જવાની કોશીશ કરતા હતા તે વખતે ડ્રાઈવર સીટ ઉપર વિક્રમભાઇ સોમાભાઇ માલીવાડ બેઠેલ હતા અને તેની બાજુની સીટ ઉપર મનિષભાઇ જગદીશભાઇ મહેરા બઠેલ હતા અને રોહીત તથા કાનો પરમાર પાછળ ની સીટમાં બેઠેલ હતા આ વખતે અમો તથા અમારી સાથે ના પો.કોન્સ દિનેશભાઈ નાઓએ તેઓની કેટા ગાડી રોકવા સારૂ પ્રયત્ન કરતા આ વિક્રમભાઇ સોમાભાઇ માલીવાડ નાઓએ પોતાની ક્રેટા ગાડી અમોને મારી નાખવાના ઇરાદે અમારા ઉપર ચડાવવા જતા અમો બન્ને જણા હટી ગયેલ હતા જો અમો હટી ગયા ન હોત તો આ વિક્રમ તેઓની ગાડી અમારા ઉપર ચડાવી કચડી નાખી જાનથી મારી નાખતા વખતે વિક્રમતથા મનિષ તથા તેની સાથે રોહીત તથા કાનો ગાડી લઇને નાસી ગયેલ હતા જ્યારે પોલીસના કામમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની કોશિશ કરવાના પગલે વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોક્ષ : પોલીસ ઇન્સ્પેક્ટરને ડાબા હાથે ઈજાઓ પોહચી

બાલાસિનોરમાં પોલીસ ઇન્સ્પેકટર પર હુમલામાં પી.આઇ અંશુમન નીનામાને ડાબા હાથે ઈજાઓ પોહચાતા નજીકના હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા હતા જ્યાં તેઓને પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી જ્યારે સમગ્ર ઘટનાની જાણ સમગ્ર તાલુકામાં અને જિલ્લામાં પવનવેગે ફેલાતા હુમલાખોરો સામે કડક પગલાં ભરવા માંગ કરાઈ છે.

બોક્ષ : હુમલાખોરો અગાઉ પણ જિલ્લામાં અનેક જગ્યાએ તોફાન કરી વેપારીઓને ડરાવ્યા

આ હુમલાખોરો પૈકી વિક્રમ માલીવાડ અને મનીષ મહેરા દારૂનો વેપાર સાથે સંકળાયલા છે જેઓએ લુણાવાડા તાલુકાના મલેકપુર ચોકડી ખાતે હથિયારો બતાવી વેપારીઓને ડરાવ્યા હતા જ્યારે તેઓ સામે અનેક લુણાવાડા રૂલર પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત પ્રવૃત્તિઓના ગુન્હા નોંધાયેલા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]